Home> India
Advertisement
Prev
Next

દાઉદ ઇબ્રાહિમના જન્મદિવસ પર FBમાં લખ્યું, 'Happy Birthday Boss', મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

26 ડિસેમ્બરે ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમનો જન્મદિવસ હતો. 
 

દાઉદ ઇબ્રાહિમના જન્મદિવસ પર FBમાં લખ્યું, 'Happy Birthday Boss', મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)નો જન્મદિવસ ઉજવવાના મામલામાં મુંબઈ પોલીસે કેટલાક ફેસબુક યૂઝરોને કસ્ટડીમાં લીધા છે. આ લોકોએ કથિત રીતે ભાગેડુ ગુનેગારના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી અને તેની તસવીર ફેસબુક પર શેર કરી હતી. 

fallbacks

26 ડિસેમ્બરે ફેસબુક પર 'શેર દિલ લાલા', 'મનીર લાલા' અને 'શેરા ચિકના' નામના એકાઉન્ટ પરથી દાઉદ ઇબ્રાહિમના જન્મદિવસની ઉજવણીના ફોટો શેર કરવામાં આવ્યા અને આ તસવીરોને 'ડોન ડોન ખાન', 'ડોન મુંબઈ', 'શેર ખાન', 'દાઉદ ઇબ્રાહિમ' અને મુનીર લાલા નામના એકાઉન્ટ પરથી લાઇક કરવામાં આવી હતી. ફેસબુક પર તેણે દાઉદનો જૂનો ફોટો અને કેકની તસવીરો પોસ્ટ કરી હતી. દાઉદને તેણે ફેસબુક પર લખ્યું, 'Happy birthday Boss...'  

fallbacks

તેના પર નજર પડતા મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી ગઈ અને પોતાની તપાસ બાદ શહેરના ડોંગરી વિસ્તારથી દાઉદ પ્રેમીઓને કસ્ટડીમાં લીધા હતા. 

fallbacks

આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ અને તપાસ કરી રહી છે. પોલીસ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે આ પાર્ટીમાં કોણ-કોણ સામેલ થયા અને આરોપી દાઉદ સાથે તેને શું કનેક્શન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More