Home> Gujarat
Advertisement
Prev
Next

વિસાવદર પેટા ચૂંટણીના પડઘમ શરૂ: સામે આવ્યા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ, આ નામો છે ચોંકાવનારા!

Gujarat By Elections : મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે.

વિસાવદર પેટા ચૂંટણીના પડઘમ શરૂ: સામે આવ્યા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ, આ નામો છે ચોંકાવનારા!

Gujarat By Elections: ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. 

fallbacks

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ સામે આવ્યા છે. પાટીદાર મતદારોના પ્રભુત્વ વાળી બેઠક પર પાટીદાર દાવેદારોના નામ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત સભ્ય કરશન વડોદરીયા ચૂંટણી લડવા દાવેદારી કરી છે. (તેમના પત્ની 2022 માં આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા). જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ભરત વિરડીયા પણ દાવો કરી રહ્યા છે. ભેંસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસીયા અને ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરીયા પણ દાવેદાર કરી રહ્યા છે. ડૉ.રતિ ડોબરીયાએ પણ કોંગ્રેસના ઉમેદવાર બનવા દાવેદારી કરી છે. છેલ્લા દોઢ દાયકાથી સત્તા વિરોધી મતદાન કરતી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. 

કડી પેટા ચૂંટણી માટે આજથી કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ
કડી પેટા ચૂંટણી માટે આજથી કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ચાર પ્રભારીઓની ટીમ પહોંચી ગઈ છે. સ્થાનીક અગ્રણીઓ અને દાવેદારોને મળી રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદગી કરવામા આવશે. કડીમાં ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, રઘુ દેસાઈ અને ગ્યાસુદ્દીન શેખ પ્રભારીની ટીમ પહોંચશે. જીગ્નેશ મેવાણીએ પ્રભારી તરીકેની જવાબદારી ઠૂકરાવી હતી. આ સાથે ઉત્તર ગુજરાતની કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પણ આજે સેન્સ પ્રક્રિયા યોજાશે.

વિસાવદર પેટા ચૂંટણીની આજે સેન્સ પ્રક્રિયા
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાશે. નિરીક્ષકો જિલ્લા કાર્યાલય ખાતે ઉમેદવારોને લઈને ચર્ચા થશે. આજે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. જેમાં ખાસ કરી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છુક કાર્યકર્તાઓ દાવેદારી કરશે. જે બાદમાં મોવડી મંડળ દ્વારા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભાજપે વિસાવદર માટે કમલેશ મીરાની અને જયેશ રાદડિયાની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More