Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 પ્લેઓફ પહેલા મુંબઈ ઇન્ડિયન્સને મોટો ઝટકો...આ 3 ખેલાડીઓએ ટીમને કહ્યું અલવિદા, હાર્દિક પંડ્યાની વધી મુશ્કેલી

Mumbai Indians : પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે રહેલી મુંબઈ ઈન્ડિયન્સ 30 મેના રોજ એલિમિનેટર મેચ રમશે. પરંતુ આ મેચ પહેલા મુંબઈને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ત્રણ વિદેશી ખેલાડીઓએ ટીમને અલવિદા કહ્યું છે. ફ્રેન્ચાઇઝીએ જ ત્રણેય ખેલાડીઓને વિદાય આપી છે.

IPL 2025 પ્લેઓફ પહેલા મુંબઈ ઇન્ડિયન્સને મોટો ઝટકો...આ 3 ખેલાડીઓએ ટીમને કહ્યું અલવિદા, હાર્દિક પંડ્યાની વધી મુશ્કેલી

Mumbai Indians : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો રસ્તો સરળ લાગતો નથી. પંજાબ કિંગ્સ (PBKS) સામે હાર્યા બાદ, તેઓ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તેમને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરવો પડશે. આ મેચ પહેલા 3 ખેલાડીઓએ મુંબઈ ઇન્ડિયન્સને અલવિદા કહ્યું છે. તેમના જવાથી હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી ગઈ છે.

fallbacks

રાયન રિકલ્ટન, કોર્બિન બોશ અને વિલ જેક્સ રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે સ્વદેશ પરત ફર્યા છે. રિકેલ્ટન અને બોશ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં જોડાશે, જ્યારે જેક્સ 29 મેથી વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.

17મી ઓવરમાં બે વખત આઉટ હતો જીતેશ શર્મા છતાં અમ્પાયરે કેમ ના આપ્યો OUT ?

ફેરવેલનો વીડિયો

મુંબઈ ઇન્ડિયન્સે એક ફેરવેલનો વીડિયો શેર કર્યો છે જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને ત્રણેય ખેલાડીઓને ભાવનાત્મક ભાષણ આપતા જોવા મળે છે. આ ત્રણેય વિદેશી ખેલાડીઓના ગયા પછી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં નોંધપાત્ર ફેરફારો થયા. વિકેટકીપર રિકેલ્ટન અને જેક્સ સમગ્ર સિઝન દરમિયાન ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા.

 

આ છે રિપ્લેસમેન્ટ 

રાયન રિકલ્ટનને 14 મેચમાં 3 અડધી સદીની મદદથી 388 રન બનાવ્યા. વિલ જેક્સે 13 મેચની 11 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા. આમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 6 વિકેટ પણ લીધી. બોશે 3 મેચની 2 ઇનિંગ્સમાં 47 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 32 છે. આ ઉપરાંત, તેણે 1 વિકેટ પણ લીધી. મુંબઈ ઇન્ડિયન્સે આ ત્રણ ખેલાડીઓના સ્થાને જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને ચરિથ અસલંકાને પસંદ કર્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More