Gujarat Politics : રાહુલ કોંગ્રેસમાં નવું નેતૃત્વ બનાવવા માંગે છે. આ માટે તેઓ ગુજરાતથી શરૂઆત કરવા માંગે છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતું હવે કંઈક એવું થયું છે જેનાથી પક્ષના ગદ્દારોએ સાચવીને રહેવાની જરૂર છે. કારણ કે, રાહુલ ગાંધીની ટીમ એક્ટિવ થઈ ગઈ છે. આ ટીમ ગુજરાતમાં ભાજપને પાછલા દરવાજે ફાયદો કરાવતા કોંગ્રેસના નેતાઓને શોધશે. જેમાં કેટલાક નેતાઓનું નામ ચર્ચાતું હોવાની કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
ભાજપમાં ફૂટેલા 2 નેતાઓનું નામ આવ્યું
હાલ ચર્ચા છે કે, અમદાવાદ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કક્ષાએ બે એવા નેતાઓની ઓળખ થઈ છે, જેમની ભાજપ સાથે સાંઠગાંઠ છે. રાહુલ ગાંધીની ટીમે ગુજરાત કોંગ્રેસમાં પક્ષના ગદ્દારો શોધવા કવાયત આરંભી દીધી છે. જેમાં સફળતા પણ મળી છે. હજુ પણ આ ટીમ વધુ નેતાઓની શોધ ચલાવશે, જેઓ પાછલા દરવાજે ભાજપ સાથે ભળેલા છે.
સૂત્રો અનુસાર, રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ તેમની પાસે પક્ષની કેટલીક સંવેદનશીલ માહિતી આવી હતી. જેથી તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુક્તમને ચર્ચા કરી હતી. આ કારણે તેમણે નેતાઓ સાથે બેક ટુ બેક મીટિગો કરી અને સંગઠન બદલવાની જાહેરાત કરી. આ જાહેરાત સાથે જ પક્ષના ગદ્દારોના પેટમાં ફાળ પડી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓની શંકાસ્પદ વર્તણૂંક રાહુલ ગાંધીની ટીમના ધ્યાને આવી ગઈ છે. જોકે, કોંગ્રેસ હવે આ મામલે કેવું એક્શન લે છે તે જોવું રહ્યું. ચર્ચા છે કે, આ નેતાઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને અમદાવાદના જ છે. તેથી તેમની સામે કેવા પગલા લેવાશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે આંધી વંટોળની આગાહી, IMD એ પણ આપી ચેતવણી
રાહુલ કોંગ્રેસમાં નવું નેતૃત્વ બનાવવા માંગે છે
આ સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવા નેતૃત્વને આગળ લઈ જવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપને સમર્થન કરનારા લોકોના ગયા પછી પાર્ટીમાં નવા નેતાઓને આગળ લાવવામાં આવશે, જેમાં બૂથ સ્તરથી લઈને બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરના નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસમાં નેતાઓની કોઈ કમી નથી. પરંતુ તેમના નેતાઓને પ્રમોટ કરવા માટે તેમની શરત એ હતી કે માત્ર એવા નેતાઓને પ્રમોટ કરવાની વાત કરવી જોઈએ જેમના હૃદયમાં કોંગ્રેસ એટલે કે તેની વિચારધારા હોવી જોઈએ. આવા લોકોને જ સંસ્થા પર નિયંત્રણ મળવું જોઈએ.
રાહુલનું ગુજરાત પર ખાસ ફોકસ
તેમણે કાર્યકરોને એકજૂથ થઈને જનતાની સેવા કરવા અને રાજ્યના યુવાનો, ખેડૂતો, વેપારીઓ અને મહિલાઓની તરફેણમાં અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. રાહુલના સંબોધનમાંથી બે બાબતો સ્પષ્ટપણે બહાર આવે છે. પ્રથમ, સંગઠનમાં ઉપરથી નીચે સુધી પરિવર્તન અને બીજું, ગુજરાત ભાજપ સામેની લડાઈ માટે મોટું કુરુક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ખાસ કરીને પક્ષની ટોચની નેતાગીરી ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.
'ગુજરાત અટક્યું છે, આગળ વધવા માંગે છે'
રાહુલે પોતાના લોકોને કહ્યું કે જો ગુજરાતને કોંગ્રેસનો વિકલ્પ જોઈતો હોય તો તેણે પોતાની જાતને એક વિકલ્પ તરીકે બતાવવી જોઈએ. જ્યારે આજની સ્થિતિમાં પક્ષ વિકલ્પ બની શક્યો નથી. રાહુલે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત અટવાયું છે, તે આગળ વધવા માંગે છે. ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેમને રસ્તો બતાવી શકી નથી. જ્યાં સુધી કોંગ્રેસ પોતાની જવાબદારી નિભાવશે નહીં ત્યાં સુધી ગુજરાતની જનતા પાર્ટીને ચૂંટણીમાં સાથ આપશે નહીં.
વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ નું રહસ્ય ખૂલ્યું, પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે