IPL 2025 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા KKR માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના બે ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી કરતાં ઝડપી બોલિંગ કરનાર ઉમરાન મલિક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. આઈપીએલની વેબસાઇટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
આ ખેલાડીને મળ્યું સ્થાન
ઉમરાન મલિકના સ્થાને ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી છે. તે ટીમમાં જોડાઈ ગયો છે. સાકરિયાએ એક ODI અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત તરફથી રમ્યો છે. તેણે 19 IPL મેચ રમી છે, જેમાં તેણે 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો છે.
અસંભવ ! ના ફોર, ના સિક્સ..એક બોલ પર બન્યા 286 રન, બાદમાં રાયફલે અટકાવ્યા બેટ્સમેનોને
ઉમરાન સનરાઇઝર્સ તરફથી રમી ચૂક્યો છે
ઉમરાન મલિકની ઈજા KKR માટે મોટો ઝાટકો છે કારણ કે તે ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંનો એક હતો. ઉમરાન મલિક તેની ગતિ માટે જાણીતો છે અને તેણે વર્ષોથી IPLમાં સારું પ્રદર્શન કર્યું છે. તે લાંબા સમય સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો. મલિક છેલ્લા કેટલાક વર્ષોમાં ઇજાઓથી ઘણો પરેશાન છે. આ કારણે તેની કારકિર્દી પણ પાટા પરથી ઉતરી ગઈ છે.
ઉમરાનની કારકિર્દી
ઉમરાન ભારત માટે 10 વનડે રમ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 6.54 ની ઇકોનોમીથી 13 વિકેટ લીધી. ઉમરાને ભારત માટે 8 T20 મેચોમાં 11 વિકેટ પણ લીધી છે. તેણે 2021થી IPLમાં 26 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 29 વિકેટ લીધી. આ ટુર્નામેન્ટમાં ઉમરાને 9.39 ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી છે. તેણે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે.
'લાંબા ક્રિકેટ પ્રવાસમાં પરિવાર સાથે હોવો જોઈએ' BCCIના નવા નિયમથી વિરાટ કોહીલ નારાજ!
IPL 2025 માટે કોલકાતા ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિચ નોર્ટજે, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે