Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા આજે રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં, હવે રેસના ઘોડા દોડશે કે લગ્નના?

Rahul Gandhi In Gujarat ; લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે. નવા નિમાયેલા જિલ્લા અને શહેર પ્રમુખોને આપશે તાલીમ. પશુપાલકો સાથે પણ કરશે સંવાદ
 

ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા આજે રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં, હવે રેસના ઘોડા દોડશે કે લગ્નના?

Congress Mission Gujarat Campaign : આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગુજરાતમાં રાહુલ ગાંધી એક્ટિવ થઈ ગયી છે. રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.

fallbacks

રાહુલ ગાંધી પુનઃ ગુજરાતમાં 
ગુજરાત કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધી પુનઃ ગુજરાતમાં આગમન કરશે. કોંગ્રેસના રેસના ઘોડાઓ માટે 26 thi 28 જુલાઈ દરમ્યાન કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયુ છે. જેમાં શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી પુનઃ ગુજરાત મુલાકાતે છે .

ઓગસ્ટમાં આફત આવશે, વાવાઝોડા જેવા પવન સાથે આવશે ભારે વરસાદ : અંબાલાલ પટેલ

બંને નેતા આજે આણંદમાં કરશે ગુજરાતના જિલ્લા અને શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરશે. વડોદરા એરપોર્ટ પર આવ્યા બાદ 11 વાગે આણંદના ખાનગી રિસોર્ટમાં કાર્યક્રમ યોજાશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી , પ્રદેશ પ્રમુખ સહીત ગુજરાત કોંગ્રેસના આમંત્રિત નેતાઓ તેમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક બાદ અન્ય કાર્યક્રમ યોજાશે. તો રાહુલ ગાંધી બપોરે 3 કલાકે દૂધ સંઘના સભાસદો સાથે પણ બેઠક કરશે. 

રાહુલ ગાંધી આજે આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે 33 જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધશે. તેમજ પશુ પાલકો સાથે સંવાદ કરશે. જેને લઇને આજે નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને ગઈકાલે રિહર્સલ કર્યું હતું. તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

ગુજરાતના નબીરાઓની નવી પેટર્ન : લક્ઝુરિયસ ગાડી હંકારી ગમે તેને ઉડાવી દો, મોત સસ્તુ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More