ઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેણે લોકોને આઘાતના નાખ્યા છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે બે સગીરા રૂટીન હેલ્થ ચેકઅપ દરમિયાન ગર્ભવતી મળી આવી. બંને છોકરીઓ ધોરણ 10માં ભણે છે. જે કંધમાલ જિલ્લાની સરકારી હોસ્ટેલમાં રહે છે. આ મામલો જિલ્લાના તુમુદિબાંધ બ્લોકના બે અલગ અલગ સરકારી રહેણાંક કન્યા ઉચ્ચશાળામાંથી સામે આવ્યો છે. બંને છોકરીઓ ગત મહિને ગરમીની રજાઓ બાદ પોતાની હોસ્ટેલ પાછી ફરી હતી.
હોસ્ટેલ પ્રશાસને પોલીસને આ મામલે જાણકારી આપી અને ત્યારબાદ બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરાઈ છે. એક મામલો કોટગઢ પોલીસ સ્ટેશનમાં (કેસ નંબ 103/2025) અને બીજો મામલો બેલઘર પોલીસ સ્ટેશનમાં (કેસ નંબર 64/2025) નોંધાયો છે. બાલીગુડાના એસડીપીઓ રામેન્દ્ર પ્રસાદે કહ્યું કે અમે બે કેસ દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ એ પરિસ્થિતિઓ અંગે તપાસ કરી રહી છે જે કારણે આ છોકરીઓ ગર્ભવતી થઈ.
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે બંને વિદ્યાર્થીનીઓ ઉનાળુ રજાઓ બાદ પોતાના સેનેટરી નેપકિન લેવા માટે મેટ્રન પાસે ન આવી ત્યારે આ ઘટના સામે આવી. તેમણે જણાવ્યું કે શંકાના આધારે તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા. જ્યાં તેમની ગર્ભાવસ્થાની પુષ્ટિ થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે