સુરત : ઇન્કટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા સુરતના જ્વેલર્સ પર મની લોન્ડરિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. શહેરના ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોનાના વેચાણના નામે મની લોન્ડરિંગ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આક્ષેપની ગણત્રીની કલાકોમાં જ દાવો કરનારા અધિકારીના ઘરે જ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓએ તેનો ફોન પણ લઇ લેતા તે પોતાના ઘરની બહાર આવેલા રોડ પર ધરણા માટે બેસી ગયા હતા.
નરેશ કનોડિયા વેન્ટિલેટર પર! સમગ્ર પરિવારનાં કોરોના ટેસ્ટિંગનું શું આવ્યું રિઝલ્ટ?
અત્રે ઉલ્લેખનીય છે કે, પીવીએસ શર્માના ઘરે પડાયેલા દરોડામાં તેના પરિવારનાં અલગ અલગ લોકોનાં નામે 10 બેંકના લોકર હોવાનું સામે આવ્યું હતું. 3.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજના આધારે અલગ અલગ સ્થળે દરોડા પડાયા હતા. છાયડા નામની સંસ્થા ચલાવતા ભરત શાહના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 10 સુરત, 2 મુંબઇ અને થાણેના 1 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 50થી વધારે અધિકારીઓ આ દરોડામાં જોડાયા હતા.
4 વર્ષ પહેલાં હતો એક મનોરોગી, આજે છે એક લેખક-કવિ, દિલચસ્પ છે સતિષની કહાની
આઇટી વિભાગ દ્વારા શર્મા સામે તેમની મિલ્કત બાબતે ક્વેરી કાઢીને સમન્સ મોકલ્યું હતું. જેનો સંતોષજનક જવાબ નહી આપી શકવાનાં કારણે આઇટી દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી હતી. જ્યારે શર્માનો આરોપ છે કે, મારા મૌલિક અધિકારોનું હનન થઇ રહ્યું છે. મને કોઇ પણ વ્યક્તિ સાથે મળવા નથી દેવાતો. ટેલિફોન પણ જપ્ત કરી લેવાયો છે. મને ફોન પરત નહી મળે ત્યાં સુધી હું મારા ધરણા અહીં જ ચાલુ રાખીશ. મારી પાસે એવા લોકોનાં પુરાવા છે જેના કારણે કેટલાક વગદાર લોકોને નુકસાન થઇ શકે છે. જેથી મારા પર દબાણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ધમકીઓ મળી રહી છે. વગદાર લોકોના કૌભાંડ બહાર ન આવે તે માટે તેમના અગત્યના દસ્તાવેજો મારી પાસેથી પડાવી લેવા માટે જ આ દરોડા પાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે