Home> India
Advertisement
Prev
Next

તમિલનાડુમાં પણ બધા લોકોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સિન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત


તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી (K Palaniswami)એ જાહેરાત કરી છે કે જ્યારે પણ કોવિડ-19ની વેક્સિન તૈયાર થઈ જશે તો રાજ્યના બધા લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

  તમિલનાડુમાં પણ બધા લોકોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સિન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ચેન્નઈઃ તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી (K Palaniswami)એ જાહેરાત કરી છે કે જ્યારે પણ કોવિડ-19ની વેક્સિન તૈયાર થઈ જશે તો રાજ્યના બધા લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમિલનાડુમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 6 લાખ 97 હજાર 116 કેસ સામે આવી ચુક્યા છે. મહત્વનું છે કે હાલ દેશમાં કોરોના વેક્સિન ટ્રાયલના તબક્કામાં છે. પાછલા સપ્તાહે  કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે આગામી કેટલાક મહિનામાં કોરોના વેક્સિન આવી જશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી માટે ભાજપે ગુરૂવારે જારી પોતાના સંકલ્પપત્રમાં કહ્યું કે, જ્યારે કોરોનાથી બચાવની રસી આવી જશે તો દરેક બિહારવાસીને તે ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ ભાજપના આ વાયદા બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રીય જનતા દળે ભાજપને સવાલ કર્યો કે, જો તે સત્તામાં ન આવ્યા તો શું લોકોને વેક્સિન આપવામાં આવશે નહીં. 

fallbacks

તો રાહુલ ગાંધીએ બિહારના લોકોને કોરોનાની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાના ભાજપના ચૂંટણી વચન પર કટાક્ષ કરતા કહ્યુ કે, ભારત સરકારે કોવિડની રસી સુધી પહોંચની રણનીતિની જાહેરાત કરી દીધી છે. હવે તમે આ જાણવા માટે રાજ્યવાર ચૂંટણી કાર્યક્રમોના હિસાબથી જોઈ શકશો કે તમાને બીજો ખોખલા વચન ક્યારે મળશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, મોદી સરકારે કોરોનાની રસી શોધી નથી અને વચન આપી દીધું. 

બિહારમાં ફ્રી કોરોના વેક્સિનનો મામલો ચૂંટણી પંચ પહોંચ્યો, ભાજપ વિરુદ્ધ ફરિયાદ

હજુ એક દિવસ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે, કોરોના સામે લડાઈમાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ હશે. સરકારે સંશોધન અને ઉત્પાદનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, જેથી અંતિમ વ્યક્તિ સુધી રસી પહોંચી શકે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, રસીથી સંબંધિત નિષ્ણાંત ગ્રામીણ તથા અંતરયાળ વિસ્તારમાં તેના વિતરણના તમામ પાસાઓ પર કામ કરી રહ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More