Home> Gujarat
Advertisement
Prev
Next

20 જિલ્લામાં વરસાદની આગાહી, 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, નવી સિસ્ટમ થઈ સક્રિય

ગુજરાતમાં એક તરફ ગરમી પડી રહી છે, પરંતુ 3 એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે 3 એપ્રિલ એટલે કે ચાર દિવસ વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તમે પણ જાણો કયા-કયા વરસાદ પડવાની સંભાવના છે.

20 જિલ્લામાં વરસાદની આગાહી, 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, નવી સિસ્ટમ થઈ સક્રિય

ગાંધીનગરઃ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે. રાજ્યમાં બે દિવસ હીટવેવ પછી વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 માર્ચથી લઈને 3 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 

fallbacks

આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે. જ્યારે 31 માર્ચે તાપી અને નર્મદામાં વરસાદની સંભાવના પણ છે. એક તરફ રાજ્યમાં ગરમી પડી રહી છે બીજીતરફ હવામાનમાં પલટો આવતા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચોઃ કચ્છમાં પુત્રના પ્રેમ લગ્નની સજા પિતાને મળી, નારાજ યુવતીના પરિવારજનોએ કરી દીધી હત્યા

આ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

31 માર્ચ : તાપી અને નર્મદા

1 એપ્રિલ : અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ

2 એપ્રિલ : સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ

3 એપ્રિલ : તાપી અને નર્મદા

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રવિવારે ગુજરાતના મહુવામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. પોરબંદર અને વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા શહેરોમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. 

હવામાન વિભાગે 31 માર્ચે પોરબંદર જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો જોવા મળી શકે છે. તો સોમવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન તો 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્... Read more

Read More