ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ હત્યાકાંડની ચર્ચા દેશભરમા છે અને હવે રાજ્યના ગોન્ડામાં એક એવો એવો ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે કે જે એ વિચારવા માટે મજબૂર કરે છે કે આખરે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? અહીં પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ પતિને ભયાનક હત્યા કરી નાખવાની ધમકી આપી દીધી. મહિલાએ પતિને કહ્યું કે મેરઠ હત્યાકાંડની જેમ તમને પણ કાપીને ડ્રમમાં ભરાવી દઈશ.
આ ઘટનાનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે રવિવારે જણાવ્યું કે શનિવારના રોજ બંને પક્ષ તરફથી ફરિયાદ મળી હતી અને તપાસ બાદ નિયમમુજબ કાનૂની કાર્યવાહી કરાશે. મૂળ ઝાંસીના રહીશ અને હાલ ગોન્ડામાં જળ નિગમમાં કાર્યરત જૂનિયર એન્જિનિયર (જેઈ) ધર્મેન્દ્ર કુશવાહાએ પત્ની માયા મૌર્ય અને તેના પ્રેમી નીરજ મૌર્ય પર મારપીટ અને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
2016માં લવ મેરેજ, પત્નીના નામે લીધી 3 કાર
કુશવાહાએ જણાવ્યું કે તેમણે 2016માં બસ્તી જિલ્લામાં રહેતી માયા મૌર્યા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમણે જણાવ્યું કે પુત્રીના જન્મ બાદ તેમણે તેમની પત્નીના નામે ત્રણ કાર લીધી અને તેના હપ્તા ભરતા રહ્યા.
यूपी : गोंडा जिले में जल निगम के जूनियर इंजीनियर धर्मेंद्र कुशवाह को पत्नी ने वाइपर से पीटा। धर्मेंद्र का आरोप है कि पत्नी ने पास में रखे नीले ड्रम और सीमेंट की बोरियां दिखाते हुए अपने बॉयफ्रेंड संग मिलकर मेरठ वाले सौरभ जैसा हाल करने की धमकी दी है। pic.twitter.com/BkK6ragFZ6
— Sachin Gupta (@SachinGuptaUP) March 30, 2025
કુશવાહાએ જણાવ્યું કે તેમણે 2022માં માયાના નામે જમીન ખરીદી અને મકાન નિર્માણનો કોન્ટ્રાક્ટ તેમના સંબંધી નીરજ મૌર્યાને આપ્યો. આ દરમિયાન માયા અને નીરજ નજીક આવ્યા અને કોવિડ 19 સમયે નીરજના પત્નીનું મોત થયા બાદ તેમના સંબંધ વધુ ગાઢ થયા.
રંગેહાથ પકડ્યા
કુશવાહાએ એવો પણ દાવો કર્યો કે તેમણે જુલાઈ 2024માં માયા અને નીરજને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેમની સાથે મારપીટ થઈ હતી અને માયા ઘર છોડીને જતી રહી. માયા બાદમાં 25 ઓગસ્ટ 2024ના રોજ નીરજ સાથે પાછી ફરી અને જબરદસ્તીથી તાળું તોડીને ઘરમાં ઘૂસી ગઈ. તે 15 ગ્રામ સોનાની ચેન અને કેશ લઈને ફરાર થઈ ગઈ. આ ઉપરાંત મહિલા દ્વારા પતિને વાઈપરથી મારવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
મેરઠ હત્યાકાંડ જેવું કરવાની ધમકી
કુશવાહાએ આ અંગે 1 સપ્ટેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધાવી. 29 માર્ચ 2025ના રોજ માયાએ તેમને મારી નાખવાની ધમકી આપી અને જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેણે પ્રેમી નીરજ સાથે આવીને માતા પુત્ર બંનેની પીટાઈ કરી. પોલીસે કુશવાહા દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદના હવાલે જણાવ્યું કે આ દરમિયાન માયાએ કહ્યું કે જો વધુ બોલશો તો મેરઠ હત્યાકાંડની જેમ તમને પણ કાપીને ડ્રમ્પમાં ભરાવી દઈશ.
પત્નીનો 4 વખત ગર્ભપાતનો આરોપ
આ બધા વચ્ચે માયાએ પણ દાવો કર્યો છે કે તેનો પતિ ખોટા આરોપ લગાવે છે. તેણે કહ્યું કે કુશવાહ તેને પરેશાન કરે છે અને તેનને ચાર વખત ગર્ભપાત કરાવવા પર મજબૂર કરી ચૂક્યો છે. માયાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે કુશવાહએ જુલાઈ 2024માં તેની સાથે મારપીટ કરી અને ત્યારબાદ તેણે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી. ત્યારબાદ કુશવાહએ ડિવોર્સનો કેસ દાખલ કર્યો અને તેને ઘરમાંથી કાઢી મૂકી. પોલીસ મથકના એસએચઓ વિવેક ત્રિવેદીએ રવિવારે કહ્યું કે પતિ અને પત્નિ સંલગ્ન કેટલાક કેસો કોર્ટમાં ચાલે છે. પોલીસે હાલની ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે