રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું તબીબોનુ કહેવુ છે. તેઓને છેલ્લાં 7 દિવસથી ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) ને ECMO ટ્રીટમેન્ટ અને વેન્ટિલેટર બંન્ને મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. દર બે દિવસે તેઓના અલગ અલગ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ તેમની બ્રોન્કોસ્કોપી કરીને ફેફસાંમાં રહેલ બ્લોકેજ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે હવે બે દિવસ બાદ સુરતથી ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર સમીર ગામી ફરી એક વખત રાજકોટ આવશે.
આ પણ વાંચો : મૃત બાળકીની તસવીર સામે કીર્તિદાન ગઢવીએ ‘લાડકી’ ગીત ગાતા જ આખો પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો
ECMO પર 7 દિવસ થયા
અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર 7 દિવસથી રાખવામાં આવ્યા છે. જોકે, હજી પણ તેમની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી. તબીબોના જણાવ્યા અનુસાર તેમના દરરોજ અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરાવાય છે, પણ હજુ સુધી સ્થિતિ સુધરી હોય તેવા નિર્દેશ દેખાતા નથી. તબીબોએ કહ્યું કે, ECMO પર 7 દિવસ થયા છે અને ધીરે ધીરે તેના સેટિંગ ઘટાડવા પ્રયાસ છે અને તે માટે વેન્ટિલેટર પણ શરૂ કરાયું છે હાલ તેમને વેન્ટિલેટર અને એક્મો બંને મશીન મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.
લોહીના ગઠા દૂર કરવા ECMO ટ્રીટમેન્ટ અપાઈ
દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ. જોકે, હજી પણ લોહીના ગઠા દૂર કરવા ECMO ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. ECMO ટ્રીટમેન્ટ મદદથી ફેફસામાં થયેલ ઇન્ફેક્શન ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે.
રાજ્યમાં 20 દર્દીઓને આ ટ્રીટમેન્ટ અપાઈ
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે. ત્યાર રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ. જેઓ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ છ. સુરતથી આવેલ ચેસ્ટ ફિઝિશિયન નિષ્ણાત તબીબો દ્વારા તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આખા રાજ્યમાં 20 દર્દીને આ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કોરોના વાયરસ ફેફસાં સુધી પહોંચતા તેઓને ન્યુમોનિયા થયો અને ગઠા જામી ગયાનું તબીબોનું અનુમાન છે.
આ પણ વાંચો : જેટી બાદ હવે ગેંગ વે બ્રિજનો વારો, સાબરમતીના કિનારે પૂરજોશમાં સી પ્લેનની તૈયારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે