Home> India
Advertisement
Prev
Next

સંસદ બહાર ધરણા પર બેઠેલા સાંસદોને ચા પીવડાવીને સભાપતિ પોતે કરશે ઉપવાસ, જાણો કારણ

સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પોતે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લઈને આવ્યા હતાં જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશ નારાયણ સિંહે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી. તેમણે સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું. 

સંસદ બહાર ધરણા પર બેઠેલા સાંસદોને ચા પીવડાવીને સભાપતિ પોતે કરશે ઉપવાસ, જાણો કારણ

નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદો આખી રાત ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેઠા રહ્યાં. તેમને સભાપતિ વેકૈયા નાયડુએ રવિવારે સદનમાં હંગામો કરવા અને ઉપસભાપતિ સાથે ગેરવર્તણૂંક દાખવવા  બદલ સસ્પેન્ડ કર્યા છે. સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ (Harivansh Narayan Singh)  પોતે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લઈને આવ્યા હતાં જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી. તેમણે સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું. પીએમ મોદીએ પણ આ બદલ તેમને બિરદાવતા કહ્યું કે જે સાંસદોએ થોડા દિવસ પહેલા તેમના પર હુમલો કર્યો આજે તે સાંસદોને મળીને મુલાકાત કરવી અને ચા પીવડાવવી દેખાડે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર છે. આ તેમને મહાનતા બતાવે છે.

fallbacks

આ બાજુ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સિંહ પોતે પણ એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છે. તેઓ કૃષિ બિલ રાજ્યસભામાં રજુ થયું ત્યારે વિપક્ષના સાંસદોની સદનમાં જે ગેરવર્તણૂંક જોવા મળી તેના વિરોધમાં આ ઉપવાસ રાખશે. 

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ટ્વીટ કરીને કહ્યું કે ઉપસભાપતિજી સવારે ધરણા સ્થળે મળવા આવ્યા અને અમે તેમને એમ પણ કહ્યું કે નિયમ કાયદા બંધારણને બાજૂ પર મૂકીને ખેડૂત વિરોધી કાળો કાયદો વોટિંગ વગર જ પાસ કરવામાં આવ્યો. ભાજપ સદનમાં અલ્પમતમાં હતો અને આ માટે તમે પણ જવાબદાર છો. ચા લઈને પહોંચેલા ઉપસભાપતિને સાંસદ સંજય સિંહે કહ્યું કે આ વ્યક્તિગત સંબંધ નિભાવવાનો સમય નથી. અહીં અમે ખેડૂતો માટે બેઠા છીએ. ખેડૂતો સાથે દગો થયો છે. આ સમગ્ર દેશે જોયું છે. 

કોંગ્રેસના સાંસદ રિપુન બોરાએ કહ્યું કે ઉપસભાપતિ હરિવંશ અમને મળવા આવ્યાં. એક સાથે તરીકે તેઓ અમને મળવા આવ્યાં. અમારા લોકો માટે ચા લઈને આવ્યાં. રિપુન બોરાએ  કહ્યું કે સસ્પેન્શનના વિરોધમાં અમે ધરણા પર બેઠા છીએ. અમે રાતભર અહીં જ હતાં. તેમણે કહ્યું કે સરકાર તરફથી અમને મળવા કોઈ આવ્યું નથી. વિપક્ષના અનેક સાંસદોએ અમારી મુલાકાત કરી. અમારા ધરણા ચાલુ રહેશે. 

કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી

અત્રે જણાવવાનું કે સોમવારે સવારે સદનની કાર્યવાહી શરૂ થતા જ રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતાં. આ સાંસદો તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ માકપા અને આમ આદમી પાર્ટીના છે. જેમના પર રવિવારે સંસદની કાર્યવાહીમાં વિધ્ન નાખવાના અને હંગામો મચાવવાના આરોપ છે. રાજ્યસભામાં ધ્વનિમતથી પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ સભ્યોએ નારેબાજી કરી હતી. વિપક્ષના હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સોમવારે બરાબર ચાલી નહતી. વારંવાર સ્થગિત થયા બાદ આખરે સભાપતિએ સદનની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી. 

કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

રવિવારે કર્યો હતો હોબાળો
રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલ રજુ કરાયા ત્યારે વિપક્ષી સાંસદોએ ખુબ હોબાળો મચાવ્યો હતો. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને નિયમ પુસ્તિકા ફાડી નાખી હતી. જ્યારે કોંગ્રેસના રાજીવ સાતવ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ સદનમાં વિરોધ કરવા માટે ટેબલ પર ચઢી ગયા હતાં. સદને તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપુન બોરા, નાસિર  હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને કે કે રાગેશ તથા માકપાના કે ઈ કરીમને સસ્પેન્ડ  કરી નાખ્યા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More