Home> Gujarat
Advertisement
Prev
Next

આમંત્રણ પત્રિકામાંથી નામની બાદબાકી વચ્ચે સાંસદ રામ મોકરિયાની સૂચક પોસ્ટ; ગુજરાતની રાજનીતિમાં ગરમાવો

MP Ram Mokariya's Name Omitted, Controversy Erupts: રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામની બાદબાકી કરી દેવાતા વિવાદ સર્જાયો છે. રામભાઈ જાહેર કાર્યક્રમોમાં ખુલ્લેઆમ બોલતા હોવાથી પાર્ટીએ તેમને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવાની સૂચના આપી હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ આ વાતનો ખુલાસો જ્યારે શહેર ભાજપ પ્રમુખ અને મેયર પાસે માંગવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી. તો બીજી બાજુ હાલ દિલ્હીમાં સંસદનું સત્ર ચાલી રહ્યું હોય રામભાઈ દિલ્હીમાં હોવાથી તેની પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ કરી રાજકોટમાં ચાલી રહેલા વિવાદ પર સૂચક જવાબ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આમંત્રણ પત્રિકામાંથી નામની બાદબાકી વચ્ચે સાંસદ રામ મોકરિયાની સૂચક પોસ્ટ; ગુજરાતની રાજનીતિમાં ગરમાવો

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટમાં વકરેલા વિવાદ બાદ સોશિયલ મીડિયામાં વધુ એક પોસ્ટર શેર કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ થોડો સમય ઇન્જેક્શન જેવી હોય, જે થોડા સમય માટે દુ:ખે છે પણ ફાયદો આજીવન રહે છે. ચોમાસુ સત્ર ચાલતું હોવાથી હાલ રામભાઈ મોકરીયા દિલ્હીમાં છે. દિલ્હીથી બેઠા બેઠા સોશિયલ મીડિયામાં રામભાઈ મોકરીયા અલગ અલગ પોસ્ટર શેર કરી રહ્યા છે. રામભાઈ મોકરીયાના પોસ્ટરો વગર બોલે ઘણું બધું કહી જાય છે. ગઈકાલે પણ રામભાઈએ કથાકાર રમેશભાઈ ઓઝાનો વિડીયો વાયરલ કર્યો હતો. સાથે જ પોતાના વિશે પુસ્તકમાં લખેલું લખાણ પણ વાયરલ કર્યું હતું.

fallbacks

આમા પોલીસ કોની રક્ષા કરશે? ઉ.ગુજરાતનુ આ પોલીસ સ્ટેશન જર્જરિત બનતા કરાયું ભયજનક જાહેર

રામભાઈ મોકરિયાએ બે દિવસમાં બે પોસ્ટ કરી
સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી રામ મોકરિયા દિલ્હીમાં છે. રાજકોટના વિવાદ પર તેઓ પૂર્ણ વિરામ મૂકે છે કે સવાલો ઉભા કરે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ તો તે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિરોધીઓને જવાબ આપતા હોય તેમ લાગી રહ્યું છે. રામ મોકરિયાએ એક સુવિચાર પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ થોડો સમય ઇન્જેક્શન જેવી હોય,જે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે. આ સિવાય ગઈકાલે પણ રામ મોકરિયાએ રમેશભાઈ ઓઝાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે જ પોતાના વિશે પુસ્તકમાં લખેલું લખાણ પણ વાયરલ કર્યું હતું. 

"તું ક્યા છે...મને લઇ જા...નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ..

મહત્વનું છે કે, રાજકોટ ભાજપમાં કેટલાક મુદ્દે વિખવાદની ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સંસદનું સત્ર ચાલતું હોવાથી દિલ્લીમાં છે. અને ત્યાંથી સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહ્યા છે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

શું છે સમગ્ર મુદ્દો?
બે અઠવાડિયા પહેલા યોજાયેલી એક બેઠકમાં સાસંદ રામભાઈ મોકરીયાએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તતડાવ્યા હતા. ત્યારબાદ બંને જૂથોના ટકરાવમાં મોકરીયાને RMC અને ભાજપના કાર્યક્રમોમા એન્ટ્રી ન આપવાના આદેશ અંગે વાતો વહેતી થઈ હતી. પરંતુ હવે ભાજપમાં જૂથવાદનો નવો વણાંક આવ્યો છે. મોકરીયા અને શહેર પ્રમુખ બંને દ્વારા આવા આદેશ અંગે ઈનકાર કરતા વિરોધી જૂથ દાવ લઈ રહ્યાનો મુદ્દો ઉપસી રહ્યો છે.

500 વર્ષ બાદ રક્ષાબંધન પર શનિ સહિત 4 ગ્રહ થશે વક્રી, અચાનક વધશે આ જાતકોની ધન-સંપત્તિ

ઘટનાક્રમની વાત કરીએ તો આંગણવાડીના લોકાર્પણના નિમંત્રણ કાર્ડમાંથી મોકરીયાનુ નામ ગાયબ થઈ ગયું હતું, જયારે અન્ય સાંસદનું નામ છપાયેલું હતું. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ કહ્યું હતું કે, મેં રામભાઈ મોકરીયા મામલે કોઈ સૂચના આપી નથી. મને પણ પ્રદેશ તરફથી સૂચના આવી નથી. આ મુદ્દો કયાંથી ઉઠયો તે મારા ધ્યાનમાં નથી. રામભાઈ વડીલ છે અને તે કઈ કહે તો અમે તે સાંભળી લેતા હોઈએ છીએ. બીજી બાજુ સૂત્રો જણાવી રહ્યા છે કે રામભાઈ ભાજપના જૂથવાદને કારણે વિવાદમાં આવ્યા હોવાનું જણાય છે. તેમણે અગાઉના હોદ્દેદારો અને અત્યારના હોદ્દેદારો તેમજ મહાપાલિકાના કેટલાક પદાધિકારીઓની પ્રવૃતિઓ અંગે ટિપ્પણીઓ કરી હતી અને ત્યારથી આ જૂથ તેમની સામે પડેલું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More