Home> India
Advertisement
Prev
Next

પત્નીએ કાનમાં ઝેર આપી પતિની હત્યા કરી, YouTube વીડિયો જોઈ બનાવ્યો પ્લાન

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રમાદેવી તેના પતિથી છૂટકારો મેળવવા માટે મક્કમ હતી. આ માટે, તેણે યુટ્યુબ પર શોધ કરી અને એક વિડીયો જોયો જેમાં કોઈના કાનમાં જંતુનાશક દવા નાખીને તેને મારી નાખવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.

પત્નીએ કાનમાં ઝેર આપી પતિની હત્યા કરી, YouTube વીડિયો જોઈ બનાવ્યો પ્લાન

હૈદરાબાદઃ તેલંગણાના કમિરમનગરમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પોતાના પતિની નિર્મમ હત્યા કરી છે. આ હત્યાનું ષડયંત્ર એવી રીતે રચવામાં આવ્યું કે મહિલાએ તેને અંજામ આપવા યુટ્યુબની મદદ લીધી હતી. મૃતકની ઓળખ સંપથના રૂપમાં થઈ છે, જે એક પુસ્તકાલયમાં સફાઈકર્મી હતો. તેને દારૂ પીવાની ટેવ હતી અને નશાની હાલતમાં પત્ની રામાદેવી સાથે લડાઈ કરતો હતો. પરિવારમાં બે બાળકો છે, જેનું ભરણ-પોષણ રામાદેવી પોતાની નાસ્તાની દુકાન ચલાવી કરે છે. નાસ્તાની દુકાન પર રામાદેવાની મુલાકાત 50 વર્ષના કર્રે રાજય્યા સાથે થઈ. ત્યારબાદ બંનેએ અનૈતિક સંબંધ બનાવ્યા હતા.

fallbacks

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રમાદેવી તેના પતિથી છૂટકારો મેળવવા માટે મક્કમ હતી. આ માટે તેણે યુટ્યુબ પર શોધ કરી અને એક વિડીયો જોયો જેમાં કાનમાં જંતુનાશક દવા નાખીને કોઈની હત્યા કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. રમાદેવીએ આ ભયાનક યોજના તેના પ્રેમી રાજય્યાને જણાવી. આ પછી, બંનેએ હત્યાની યોજના બનાવી.

નશામાં મોતનો પ્લાન
હત્યા થઈ તે રાત્રે રાજય્યા અને તેના મિત્ર શ્રીનિવાસે સંપથને બોમ્બાકલ ફ્લાઈઓવરની પાસે દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. દારૂ પીધા બાદ જ્યારે સંપથ નશાની હાલતમાં જમીન પર પડી ગયો, રાજય્યાએ તેના કાનમાં કીટનાશક નાખી દીધું. ત્યારબાદ તેનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. હત્યા બાદ રાજય્યાએ રામાદેવીને ફોન કરી કહ્યું કે કામ થઈ ગયું છે. 

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર પીએમ મોદીનો વળતો જવાબ, કહ્યું- ખેડૂતોના હિત સાથે.....

પત્નીએ લખાવી ગુમ થવાની ફરિયાદ
બીજા દિવસે રામાદેવીએ પોલીસ સ્ટેશનમાં સંપથ ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસને શંકા ત્યારે ગઈ જ્યારે 1 ઓગસ્ટે સંપથનો મૃતદેહ મળ્યા બાદ રામાદેવી અને રાજય્યા બંનેએ એક સુરમાં કહ્યું કે પોસ્ટમોર્ટમ ન કરાવવામાં આવે. આ માંગથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૃતકના પુત્રએ પણ મોતને શંકાસ્પદ ગણાવતા પોલીસ તપાસની માંગ કરી હતી.

પોલીસે જ્યારે ફોન કોલ ડેટા, લોકેશન ટ્રેકિંગ અને CCTV ફુટેજની તપાસ કરી તો એક બાદ એક વાત સામે આવવા લાગી. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. રામાદેવી, રાજય્યા અને શ્રીનિવાસની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More