Red alert in Jamnagar: ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભુજ બાદ જામનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સેનાએ અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. જામનગરમાં એક બાદ એક એમ ત્રણ સાયરન વાગ્યા છે. જામનગરમાં સાવચેતી રાખવા અંગેના સાયરન વાગ્યા છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં સ્થળોને નિશાન બનાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તણાવ વચ્ચે, શનિવારે સવારે પંજાબના અનેક શહેરો પર ડ્રોન મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો. જોકે, સેના દ્વારા તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શહેરોમાં વિસ્ફોટોના અવાજો ગુંજતા રહ્યા. સરહદ પર પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે.
કલેક્ટરની લોકોને અપીલ
કલેક્ટરે લોકોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી કે, ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે કલેકટરે જિલ્લામાં તમામ નાગરિકોના ઘરમાં જ રહેવા સૂચના આપી છે. જેને લઈને ગ્રામીણ વિસ્તારમાં સવારે કાર્યરત રહેલા બજાર અને દુકાનોને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર દિવસ દરમ્યાન નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે. નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.
કચ્છમાં ફરી પાકિસ્તાનથી આવ્યા ડ્રોન
પાકિસ્તાન સતત કચ્છને ટાર્ગેટ કરી રહ્યું છે. વહેલી સવારે ડ્રોન હુમલા થયા બાદ ફરીથી બપોરે નાગોર અને લોરિયા પાસે ડ્રોન દેખાયા છે. ડ્રોન દેખાતા જ સાયરન વગાડવામાં આવ્યું છે. ડ્રોન દેખાતા સાયરન વગાડવામાં આવ્યું છે. ભારતીય સેનાએ સતર્કતા દાખવી ડ્રોન તોડી પાડ્યા છે. ડ્રોન કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા નેસ્તાનાબૂદ કરાયા છે.
ભુજમાં રેડ એલર્ટ
કચ્છના બોર્ડર પર મોટી હલચલ થતા ભુજમાં રેડ એલર્ટ આપી દેવાયું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા સુચના અપાઈ છે. આ માટે ત્રણ વાર સાયરન વગાડવામાં આવ્યા છે.
કચ્છમાં એટેક બાદ ભુજમાં બજાર-મોલ બંધ
પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. તાત્કાલિક અસર જોવા મળી છે. ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ પણ લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે. પોલીસ દ્વારા બજારો બંધ કરવામાં આવી છે. વહેલી સવારે 3 ડ્રોન ભુજમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે