Home> Gujarat
Advertisement
Prev
Next

'આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ, ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા સામે પગલા લેવાશે'

તાપીના ગુણસદા ગામે મોરારી બાપુની કથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી. હર્ષ સંઘવીએ કહ્યું આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ, તેમને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા સામે લેવાશે પગલા.

'આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ, ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા સામે પગલા લેવાશે'

ઝી બ્યુરો/ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપીના ગુણસદા ગામેથી મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું-ધર્મ પરિવર્તન કરાવનારાને ગુજરાત સરકાર નહીં છોડે. આદિવાસી સમાજને ખોટા રસ્તે લઈ જનારા ચેતજો. સરકાર ધર્મ પરિવર્તનના કેસમાં કોઈને નહીં છોડે. આદિવાસી ભાઈ-બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે. પરંતુ અમુક તત્વો દ્વારા આદિવાસી ભાઈઓને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જવામાં આવે છે. 

fallbacks

આ મુદ્દે ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાથી પગલા લેવાામં આવશે. ઉલ્લેખનીય છે કે આજે હોળીના તહેવાર પર હર્ષ સંઘવી ગુણસદા ગામે મોરારાબાપુની કથામાં પહોંચ્યા હતા.,અને આદિવાસી સમાજને હોળીની શુભકામના પાઠવી અને આદિવાસી સમાજના લોકોની ચિંતા કરી હતી.

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત
મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો આપને વિનંતી છે કે આપ સરકારને તથા ઉધોગ જગતના લોકોને અપીલ કરો અને વધુને વધુ શાળાઓનું નિર્માણ થાય તો વટાળ પ્રવુતિઓ અટકે.  

મોરારીબાપુએ આ વેદનાનો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે એમની પાસે જ્યારે ઉદ્યોગપતિઓ આવશે તો ચોક્કસ નવી શાળાનું નિર્માણ થાય તેવુ કહેશે. એ ઉપરાંત મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે બાપુનાં શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રુપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આજની કથામાં ગુજરાત સરકારના ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીની વિશેષ ઉપસ્થિતિ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More