Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના બ્રિજોનો આવી ગયો રિપોર્ટ : સરકારે જાહેર કર્યા આંકડા, જાણો કેટલા છે જર્જરિત

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ ખરાબ થવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. તેવામાં મુખ્યમંત્રીએ તાત્કાલીક રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતના બ્રિજોનો આવી ગયો રિપોર્ટ : સરકારે જાહેર કર્યા આંકડા, જાણો કેટલા છે જર્જરિત

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જેથી રાહદારીઓ અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગને દિશાનિર્દેશ અને સૂચનાઓ આપી હતી. જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે. જે પૈકી ૨૩૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૮૯ બ્રિજ સારી સ્થિતિમાં તેમજ ૩૯ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. વધુમાં, આ જર્જરિત બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે.

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૭૯ બ્રિજમાંથી ૬૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં અને ૦૩ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. તેવી જ રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજ પૈકી ૧૦ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૦૩ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં, ૦૧ સારી સ્થિતિમાં, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૭ બ્રિજમાંથી ૨૦ ખુબ સારી સ્થિતિમાં, ૦૫ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં છે. 

આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૧ બ્રિજમાંથી ૧૮ ખુબ સારી સ્થિતિમાં અને ૦૩ જર્જરિત સ્થિતિમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજમાંથી ૧૫ ખુબ સારી સ્થિતિમાં, ૦૪ સારી સ્થિતિમાં અને ૦૧ જર્જરિત સ્થિતિમાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૮૦ ખુબ સારી સ્થિતિમાં, ૧૫ સારી સ્થિતિમાં અને ૨૬ જર્જરિત સ્થિતિમાં છે, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૪૩ બ્રિજમાંથી ૧૧ ખુબ સારી સ્થિતિમાં, ૩૦ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૫ બ્રિજમાંથી ૦૧ ખુબ સારી સ્થિતિમાં અને ૦૪ બ્રિજ સારી સ્થિતિમાં છે.       

આ પણ વાંચોઃ ફ્રેન્ચ ફ્રાઈસમાં વપરાતા બટાટાના ઉત્પાદનમાં ગુજરાતે બાજી મારી, 48.59 લાખ ટન ઉત્પાદન

વધુમાં, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી તેમજ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં એક પણ બ્રિજ જર્જરિત હાલતમાં નથી. તદુપરાંત મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૪ બ્રિજ આવેલા છે જે પૈકી બધા બ્રિજ સારી સ્થિતિમાં, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૩ બ્રિજ આવેલા છે જે પૈકી ૦૨ ખુબ સારી સ્થિતિમાં અને  ૦૧ બ્રિજ સારી સ્થિતિમાં છે તથા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૩ બ્રિજમાંથી ૦૮ ખુબ સારી સ્થિતિમાં, ૦૩ સારી સ્થિતિમાં અને ૦૨ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. 

તેવી જ રીતે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી તથા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૪ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં અને ૦૨ સારી સ્થિતિમાં તેમજ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૧ બ્રિજ આવેલો છે, જે ખુબ સારી સ્થિતિમાં છે, તેમ શહેરી વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More