India vs England Lord's Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે જોરદાર ડ્રામા જોવા મળ્યો. ઈંગ્લેન્ડ મેચ જીતવા માટે બેઈમાની પર ઉતરી આવ્યું છે. લંચ પહેલા રવિન્દ્ર જાડેજા સાથે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. કેમેરા પર ઇંગ્લેન્ડના બોલરે રવિન્દ્ર જાડેજા સાથે એવું કર્યું કે જડ્ડુ ગુસ્સે થયો હતો.
ઇંગ્લેન્ડની ટીમે ભારત સામે 193 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા શરૂઆતમાં જ નિષ્ફળ ગઈ. ભારતે 100 રનના સ્કોર પહેલા જ કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત સહિત તેના 7 બેટ્સમેન ગુમાવી દીધા હતા. પાંચમો દિવસ આવતાની સાથે જ ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડીએ મેચમાં જોશ ભર્યો. પરંતુ બીજા છેડેથી ઇંગ્લેન્ડના બોલરો સતત વિકેટ માટે દોડતા જોવા મળ્યા. જોકે, નીતિશ રેડ્ડીએ 13 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી.
વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓની પત્ની અને બાળકોનો ખર્ચ કોણ ઉઠાવે છે ?
જાડેજા સાથે 'ચિટીંગ'
38મી ઓવરમાં બોલ બ્રેડન કોર્સના હાથમાં હતો. કોર્સના ચોથા બોલ પર જાડેજાએ ઝડપી સિંગલ લીધો. પરંતુ રન લેતાની સાથે જ બ્રેડન કોર્સે સામે આવીને જાડેજા સાથે અથડાયો અને પછી પકડી લીધો. તેમ છતાં જાડેજાએ રન પૂકો કર્યો અને પછી બ્રેડન કોર્સ સાથે બબાલ થઈ. બંને વચ્ચે ગરમાગરમી થઈ, પરંતુ બેન સ્ટોક્સ વચ્ચે આવ્યો અને મામલો ઠંડો પાડ્યો.
Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV
— Star Sports (@StarSportsIndia) July 14, 2025
ભારત મુશ્કેલીમાં
પાંચમા દિવસનું પહેલું સત્ર ઇંગ્લેન્ડના પક્ષમાં ગયું. સતત ત્રણ વિકેટો પડ્યા બાદ, ટીમ ઇન્ડિયાની વાપસી મુશ્કેલ બની. પહેલા ઋષભ પંત 9 રન બનાવીને આઉટ થયો. વોશિંગ્ટન સુંદર ખાતું પણ ખોલવામાં સફળ રહ્યો નહીં. આ પછી નીતિશ રેડ્ડીએ આશા જગાવી પરંતુ તે પણ 13 રન બનાવીને આઉટ થયો. રવિન્દ્ર જાડેજાએ એક છેડો પકડી રાખ્યો. જાડેજાએ છેલ્લી ઇનિંગમાં પણ 72 રન બનાવ્યા હતા. હવે જોવું રસપ્રદ રહેશે કે ટીમ ઇન્ડિયા આ મેચ જીતવામાં સફળ રહે છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે