ભાવનગર : શહેરથી રાજકોટ નેશનલ હાઇવે અતિ બિસ્માર બન્યો છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે રોડના રીપેરીંગનું કામ ઝડપથી હાથ ધરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ સાંભળવા વાળુ નથી.
પિતાએ સપનામાં આવીને કહ્યું, મારા મોત માટે તુ જવાબદાર અને પુત્ર નદીમાં કુદી ગયો પછી...
ભાવનગર જિલ્લા ને અન્ય જિલ્લાથી જોડતા અનેક માર્ગો બિસ્માર બન્યા છે, અનેક જગ્યાઓ પર રોડ તૂટી ગયા છે. ભાવનગર રાજકોટ નેશનલ હાઇવેની હાલત પણ હાલ અતિ બિસ્માર બની છે. રોડ પર અનેક જગ્યાઓ પર મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. રાજકોટ જવા માટે અતિ વ્યસ્ત રહેતા જિલ્લાના મુખ્ય માર્ગમાં વરતેજ, શિહોર, સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાથી પસાર થતા રોડનું અનેક જગ્યાઓ પર ધોવાણ થઈ ગયું છે.
GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રોડ પર પડેલા મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી વેઠવી વેઠવી પડે છે. રાજકોટ ઉપરાંત અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં જવા માટે પણ આજ રોડનો બહોળો ઉપયોગ થતો હોવાથી આ રોડ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ખાડાઓ દેખાતા નથી. જેના કારણે અનેક વાર અકસ્માત સર્જાય છે, ઉપરાંત સમયનો પણ ખૂબ વ્યય થાય છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ મુખ્ય ધોરીમાર્ગના રીપેરીંગની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે