Home> India
Advertisement
Prev
Next

Madhya Pradesh News: CM શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, જુઓ Video


Madhya Pradesh News: મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ નિવાડીમાં એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મંચ પરથી તેમણે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

Madhya Pradesh News: CM શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, જુઓ Video

ભોપાલઃ Madhya Pradesh News: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તાળીઓ મુખ્યમંત્રીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. એટલું જ નહીં શિવરાજ સિંહ ચૌહાણે તે પણ કહ્યું કે, તપાસ બાધ જેલ મોકલવામાં આવશે. 

fallbacks

શું છે ઘટના?
હકીકતમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જેરોનમાં પીએમ આવાસ યોજનામાં અનિયમિતતાઓને લઈને નિવાડીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના અધિકારીઓને ફટકાર લગાવી હતી. એટલું જ નહીં જે બે અધિકારીઓ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો તેનું નામ મંચ પરથી જાણી અને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો હતો. 

સીએમ શિવરાજે કહ્યુ- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રધાનમંત્રી પૈસા મોકલે છે અને હું પણ પૈસા મોકલુ છું. ગરીબોના મકાન બનાવવા માટે. પરંતુ મને માહિતી મળી છે કે જેરોનમાં આવાસ યોજનાના પૈસામાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 

એટલું જ નહીં ત્યારબાદ મંચ પરથી શિવરાજ સિંહે પૂછ્યુ કે તમારામાંથી કોઈ એવુ છે જેનું આવાસ મંજૂર થયું અને ભૂતકાળમાં ગડબડ થઈ છે. આ સવાલ પર ત્યાં હાજર ઘણા લોકોએ પોતાના હાથ ઉંચા કર્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલ સીએમઓનું નામ જાણ્યું. મંચ પર હાજર અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણકારી આપી કે તે સમયે ઉમાશંકર નામનો સીએમઓ હતો અને અભિષેક રાજપૂત નામનો અધિકારી હતો. 

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ

નામ જાણ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે, આ બંનેને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે, ભલે તે ગમે ત્યાં હોય. તેમણે કહ્યું- અત્યારે આદેશ કાઢો અને તેની તપાસ થશે. માત્ર સસ્પેન્ડ નહીં, ઈઓડબ્લ્યૂને તપાસ આપી જેટલા પૈસા ખાધા છે તેને જેલ મોકલાવીશ. જનતા માટે અમે પૈસા મોકલીએ અને તે વચ્ચે ખાય જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More