Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના એકમાત્ર રશિયન વેક્સીન આપતા સેન્ટરની ડિમાન્ડ વધી, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની 'સ્પુતનિક' રશિયન રસી મૂકાવવા માટે ગુજરાતના સુરતમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે. 'સ્પુતનિક' રસી (sputnik v vaccine) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન (vaccination) કરાવ્યુ છે. અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં રશિયન સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

ગુજરાતના એકમાત્ર રશિયન વેક્સીન આપતા સેન્ટરની ડિમાન્ડ વધી, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો

ચેતન પટેલ/સુરત :મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની 'સ્પુતનિક' રશિયન રસી મૂકાવવા માટે ગુજરાતના સુરતમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે. 'સ્પુતનિક' રસી (sputnik v vaccine) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન (vaccination) કરાવ્યુ છે. અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં રશિયન સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

fallbacks

સ્પુતનિકનું ગુજરાતનું પહેલુ વેક્સીનેશન કેન્દ્ર સુરતમાં  

કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહેલા લોકો મોટી સંખ્યામાં સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન (vaccine registration) કરાવી રહ્યા છે. રાજ્યમાં સ્પુતનિકનું પહેલું વેક્સીનેશન કેન્દ્ર સુરતની કિરણ હોસ્પિટલમાં આપવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના લોકો પણ રશિયન રસી (russian vaccine) મેળવવા માટે સુરત આવી રહ્યા છે. સુરતમાં સ્પુતનિક રસી કેન્દ્રમાં આવા 524 લોકો છે, જે અન્ય રાજ્યોમાંથી આવે છે. રશિયન વેક્સીન માટે ગુજરાત અને અન્ય રાજ્યોના જુદા જુદા શહેરોના લોકો સુરતમાં રજિસ્ટ્રેશન કરવી ચૂક્યા છે. અહીં દરરોજ રસીની ઉપલબ્ધ માત્રા કરતા ત્રણ ગણા વધુ લોકો નોંધણી કરાવી રહ્યા છે. સ્લોટ ઓછા હોવાના કારણે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. 

અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું 

મુંબઈ, મધ્યપ્રદેશ, માઉન્ટ આબુ, રાજસ્થાનના લોકો રશિયન વેક્સીન માટે સુરતમાં નોંધણી કરાવી રહ્યા છે. આ રશિયન વેક્સીન ન્યૂનતમ આડઅસરો અને બે ડોઝ વચ્ચેના નાના તફાવતને કારણે લોકોની પ્રથમ પસંદગી બની છે. કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટર ડૉ મેહુલ પંચાલે જણાવ્યું કે, સુરતમાં જ 5 હજારથી વધુ લોકો સ્પુતનિક રસી (corona vaccine) ની રાહ જોઇ રહ્યા છે. 

10 દિવસમાં 8000 લોકોનું રજિસ્ટ્રેશન 

માત્ર 10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી 1,400થી વધુ લોકો સ્પુતનિક વેક્સીન લગાવી ચૂક્યા છે. કિરણ હોસ્પિટલમાં દરરોજ 110 લોકોને રસી આપવામાં આવે છે. ત્યારે બીજા 300 લોકો વેઇટિંગ લિસ્ટમાં દરરોજ વધી રહ્યા છે. અહીં કોમ્પોનેન્ટ A-B વેક્સીન (vaccination) આપવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં સ્પુતનિક રસી માટે ઘણા ફોન આવતા હતા. લોકોની ઈચ્છા રશિયન સ્પુતનિક રસી લેવાની હતી. જેથી અમે કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપની તરફથી પણ અમને હકારાત્મક પ્રતિસાદ મળતા અમે સ્પુતનિક વેક્સીન લગાવવાની શરૂવાત કરી છે. હાલ અમારી હોસ્પિટલ પાસે રશિયરન રસીના ડોઝ ઉપલબ્ધ છે. 90 થી વધુ મુંબઈના લોકો હોસ્પિટલમાં આ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પુતનિક રસીના એક ડોઝ માટેની કિંમત 1,144 રૂપિયા ચૂકવવા પડે છે. જેમાં 994 રૂપિયાની રસી અને 150 રૂપિયાના હોસ્પિટલ ચાર્જનો સમાવેશ થાય છે. સ્પુતનિકની એક શીશીમાં માત્ર એક જ ડોઝ હોય છે. સ્પુતનિક કંપનીનો દાવો છે કે અમારી વેક્સિન 90 ટકાથી પણ વધારે પ્રભાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More