Home> Gujarat
Advertisement
Prev
Next

સચિન પાયલટે જણાવ્યું ગુજરાતમાં કોંગ્રેસનું પ્લાનિંગ, આ રીતે આગળ વધશે

Sachin Pilot On Gujarat Congress : અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીનું મહામંથન... બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષને વધુ મજબૂત કરવા મુદ્દે થશે ચર્ચા... સચિન પાયલટે કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઘણા મજબૂત..

સચિન પાયલટે જણાવ્યું ગુજરાતમાં કોંગ્રેસનું પ્લાનિંગ, આ રીતે આગળ વધશે

Congress National Convention : કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ગુજરાતમાં મંથન શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં કોંગ્રેસને ટોચના નેતાઓનો જમાવડો છે. હાલ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલુ છે. ત્યારે બેઠક વચ્ચે કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

fallbacks

રાજસ્થાનથી કોંગ્રેસના નેતા સચિન પાયલટે જણાવ્યું કે, આ સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની જમીન છે. અત્યારે સીડબલ્યુસી ની બેઠક ચાલે છે. ન્યાય પથ પર નિર્ણય આવશે, એ આધારે કાલે અધિવેશન મળશે. ગુજરાત એ જમીન છે જ્યાં કાંગ્રેસના મૂળિયા મજબૂત છે. દેશમાં જે દબાણ અને ટકરાવનું રાજકારણ થઇ રહ્યું છે તેમાં મોટી જવાબદારી કાંગ્રેસની બને છે. 

તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે સૌથી મોટો વિપક્ષ છે. આજે જે સંદેશ અહીંથી પ્રસારિત થશે તેના પર કાલે અધિવેશન થશે. વર્ષ 2025 ને કાંગ્રેસે સંગઠન વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. ઉદયપુર શિબિરના નિર્ણયને અહીં લાગુ કરવામાં આવશે. કોંગ્રેસ માટે વર્ષ ૨૦૨૫ સંગઠન વર્ષ હોવાથી જિલ્લા અધ્યક્ષ સાથે દિલ્હી ખાતે ચર્ચા થઈ. હવે જિલ્લા અધ્યક્ષને વધારે સત્તા આપવામાં આવશે. ઉદયપુર ડેકરેલેશનને લાગુ કરાઇ રહ્યું છે. કોંગ્રેસે પાછી પાની નહીં કરે સંસદ અને સંસદની બહાર મજબૂતાઇથી લડશે. કોંગ્રેસ ભાજપને મજબુત ટક્કર આપશે.

યુવા નેતાએ કહ્યું કે, કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે. ન્યાય પથ પ્રસ્તાવ પર તમામ નેતાઓ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ગુજરાતની જમીન પર કોંગ્રેસનો મજબૂત પાયો છે. દેશભરમાં દબાણ અને ટકરાવની રાજનીતિ ચાલી રહી છે. આવનાર સમયમાં જે રણનીતિ હશે એ અંગે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. 2025 નું વર્ષ કોંગ્રેસના સંગઠન માટે સમર્થિત રહેશે. આ વર્ષમાં વિચારધારાને વ્યાપક બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. દેશના પ્રશ્નો પર કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે એ આજે નક્કી કરીશું. જિલ્લા અધ્યક્ષને નવા સ્વરૂપમાં જવાબદારી આપવા માંગીએ છીએ. દિલ્હીમાં કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને વધારે સશક્ત બનાવવામાં આવશે. ડોર ટુ ડોર અને પદયાત્રાના કાર્યક્રમો કોંગ્રેસ આપશે. જાતિગત જનગણના થવી જોઈએ એ કોંગ્રેસની માંગ છે. દેશના તમામ વર્ગના લોકોને એક સરખો ન્યાય મળે એજ અમારી પ્રાથમિકતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More