ભારતમાં સંપત્તિ સંલગ્ન નિયમોમાં જ જણાવેલું છે કે સાસુ સસરાની પ્રોપર્ટી પર પુત્રવધુનો હક કેટલો અને ક્યાં સુધી હોય છે. જો તમે અધિકૃત રીતે વહુ ન હોવ તો તમે અધિકારી પણ નથી. અહી એક મહત્વપૂર્ણ તથ્ય જાણવું જરૂરી છે કે સાસુ સસરાની સ્વ અર્જિત સંપત્તિ પર વહુનો સીધો કોઈ પણ કાનૂની હક હોતો નથી. વહુને આ પ્રોપર્ટી પર હક ફક્ત પોતાના પતિના માધ્યમથી મળે છે. જો સાસુ સસરા પોતાની સંપત્તિ પુત્રવધુને આપવા માંગે તો વસીયત બનાવીને અધિકાર આપી શકે છે પરંતુ કોઈ જબરદસ્તીથી હક જતાવી શકે નહીં.
મહિલાઓ માટે જરૂરી કાયદો
પ્રોપર્ટીમાં ભાગ અંગે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે. પ્રોપર્ટી સંલગ્ન કાયદાની જાણકારી હોવી જરૂરી છે. એ જ રીતે પ્રોપર્ટીનો એક કાયદો મહિલાઓએ જાણવો ખુબ જરૂરી છે. જો તમે કોઈના પુત્રવધુ હોવ તો તમને ખબર હોવી જોઈએ કે સાસુ સસરાની પ્રોપર્ટીમાં તમને ભાગ મળશે કે નહીં.
સાસુ સસરાની પ્રોપર્ટીમાં ભાગ
ભારતમાં સંપત્તિ સંલગ્ન વિવાદ સામે આવતા રહે છે. આ જ કારણ છે કે ભારતીય બંધારણમાં તેના વિશે કાયદો બનાવવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે પુત્રવધુ સાસુ સસરાની સંપત્તિ પર હક જતાવી શકે કે નહીં? તેનો જવાબ બહુ ઓછા લોકોને ખબર હોય છે. અસલમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ વહુ સાસરીયાના ઘરમાં જ્યાં સુધી લગ્ન સંબંધ કાયમ છે ત્યાં સુધી રહી શકે છે. પરંતુ તે સાસુ સસરાની અંગત પ્રોપર્ટી પર કાનૂની રીતે દાવો ઠોકી શકે નહીં.
જબરદસ્તી હક ન જતાવી શકે
ભારતમાં સંપત્તિ સંલગ્ન નિયમોમાં જ જણાવેલું છે કે સાસુ સસરાની પ્રોપર્ટી પર વહુનો અધિકાર કેટલો અને ક્યાં સુધી છે. જો તમે અધિકૃત રીતે પુત્રવધુ ન હોવ તો પછી તમે અધિકારી નથી. અહીં એક મહત્વપૂર્ણ તથ્ય જાણવું જરૂરી છે કે સાસુ સસરાની સ્વ અર્જિત સંપત્તિ પર પુત્રવધુનો સીધો કોઈ પણ કાનૂની હક હોતો નથી. પુત્રવધુને આ પ્રોપર્ટી પર ફક્ત તેના પતિના માધ્યમથી હક મળે છે. જો સાસુ સસરા પોતાની પ્રોપર્ટી વહુને આપવા માંગે તો વસીયત બનાવીને અધિકાર આપી શકે છે. પરંતુ કોઈ બળજબરીપૂર્વક હક જતાવી શકે નહીં.
પ્રોપર્ટી પર હક
ભારતમાં પ્રોપર્ટી અંગે કઠોર રૂલ બનાવવામાં આવ્યા છે. જેને દરેકે જાણવા જરૂરી છે. સ્પશિયલી સાસુ સસરાની પૈતૃક સંપત્તિ પર વહુના અધિકારની વાત હોય તો તેના પર વહુનો સીધો હક નથી બનતો. કાનૂન જોઈએ તો વહુનો સાસુ સસરાની પ્રોપર્ટી પર ત્યાં સુધી કોઈ હક નથી હોતો જ્યાં સુધી તે પૈતૃક ન હોય અને પતિ દ્વારા તે ભાગ ન મળ્યો હોય.
પૈતૃક પ્રોપર્ટી પર હક
અત્રે જણાવવાનું કે પુત્રવધુને સાસુ સસરાની પૈતૃક સંપત્તિમાં ત્યારે જ હક મળી શકે જ્યારે પતિ પોતાની ભાગીદારી વહુને ટ્રાન્સફર કરે. કે પછી પતિનું મૃત્યુ થઈ ગયું હોય અને પુત્રવધુ વર્કિંગ વગેરે ન હોય. આથી યોગ્ય જાણકારી અને કાનૂનની સમજ હોવી ખુબ જરૂરી છે.
(Disclaimer: અહીં અપાયેલી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે