સમીર બલોચ/અરવલ્લી :યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરી રાજોપચારી મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાન સન્મુખ થતી મહાપૂજાના સ્થળમાં ફેરફાર કરી આ પૂજા મંદિર બહાર ચોકમાં બનાવાયેલી યજ્ઞશાળામાં કરવાના નિર્ણયથી મહાપૂજા કરાવતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. સાથે સાથે રાજોપચારી પૂજા કરાવતા ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા 100 વર્ષથી ભગવાન શામળાજી સન્મુખ રાજોપચારી મહાપૂજા કરવામાં આવતી હતી. આ પૂજા વર્ષો પહેલા તત્કાલીન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વિદ્વાન શાસ્ત્રી સ્વ શુકદેવજી મહારાજ દ્વારા ઠાકોરજીની સેવા માટે ચાલુ કરાવામાં આવી હતી. શરૂઆતમાં આ પૂજા મહિનાની વદ અને સુદ બારસના દિવસે કરવામાં આવતી હતી. જેમાં 7 ભૂદેવો દ્વારા સોલસોપચાર મંત્રો દ્વારા પાતરા સાધન પૂજા ઠાકોરજી સન્મુખ કરવામાં આવતી હોય છે. જેના પાછળનો મુખ્ય આશય હતો કે, ભગવાન સન્મુખ પૂજાથી એક હકારાત્મક ઉર્જાની સાથે ઠાકોરજીના તેજમાં વધારો થાય. પરંતુ આ પૂજા મંદિરમાં ઠાકોરજી સન્મુખ બંધ કરવામાં આવતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે.
પ્રવાસીઓ માટે બંધ થયા ગીર જંગલના દરવાજા, 4 મહિના નહિ થઈ શકે વનરાજના દર્શન
આ પૂજા વર્ષોથી ચાલી આવતી હતી. સમય જતાં આ પૂજા ભક્તો પણ કરાવવા લાગ્યા. હાલ આ પૂજા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 11 હજાર ભેટ લેવામાં આવી રહી છે. વર્ષો પહેલા આખા વર્ષમાં માત્ર 24 પૂજાઓ થતી હતી. જે હવે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનતા હાલ વર્ષે 7૦થી વધુ પૂજાઓ ભક્તો કરાવે છે. ત્યારે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. ભગવાન સન્મુખ થતી મહાપૂજા હવેથી મંદિર બહાર ચોકમાં બનાવાયેલ યજ્ઞશાળામાં કરવાનો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે.
ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
જ્યારે પોતાના સ્વજનોના જન્મ દિવસ, લગ્ન તિથિ, પુણ્ય તિથિ જેવા યાદગાર પ્રસંગો માટે અમરીયા મૂડી ભરી આ પૂજા કરાવતા ભક્તો સહિત નિયમિત પૂજા કરાવતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવાના નામે ભગવાનની વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરવામાં આવતા હાલ આ મુદ્દો ભક્તો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં ફેરફાર કરી ઠાકોરજી સન્મુખ પૂજા કરાવાય તેવું ભક્તો ઈચ્છી રહ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે