Home> India
Advertisement
Prev
Next

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જલ્દી બનશે રામ મંદિર

રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જલ્દી બનશે રામ મંદિર

નવી દિલ્હી: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના 18 સાંસદોની સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન દરમિયાન ઉદ્ધવની સાથે તેમના પુત્ર પણ હાજર રહ્યો હતો. રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી. જણાવી દઇએ કે, 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે અયોધ્યા પહોંચ્યા. આ પહેલા લોકસભા ચૂંટણી જીતની મન્નત માગવા માટે ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતા.

fallbacks

Live અપડેટ્સ:-

16 જૂન 2019, 11:50 વાગ્યે

મજબૂત સરકારમાં રામ મંદિર બનશે, મોદી સરકારમાં નિર્ણય લેવાની તાકાત છે: ઉદ્ધવ ઠાકરે

16 જૂન 2019, 11:48 વાગ્યે

કાયદો બનવો, અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરો: ઉદ્ધવ ઠાકરે

16 જૂન 2019, 11:41 વાગ્યે

પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ કહ્યું, મેં પહેલા જ કહ્યું હતું પહેલા મંદિર પછી સરકાર

16 જૂન 2019, 11:41 વાગ્યે

શુભ કામ માટે શુભ જ વિચારવું જોઇએ: ઠાકરે

16 જૂન 2019, 11:38 વાગ્યે

રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી: ઠાકરે

16 જૂન 2019, 10:54 વાગ્યે

પુત્ર આદિત્ય ઠાકરે સાથે રામલલાના દર્શન કરી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે

16 જૂન 2019, 09:37 વાગ્યે

ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા છે. તે એરપોર્ટથી પંચવટી હોટલ માટે રવાના થયા છે.

16 જૂન 2019, 09:31 વાગ્યે

ઇકબાલ અંસારીએ કહ્યું સંત સંમેલનમાં રામ મંદિરની ચર્ચા પર બોલે ઇકબાલ જન્મદિવસ પર જન્મભૂમિનું રાજકારણ કરવું યોગ્ય નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટ પાસેથી સલાહ લઇને તેના પર ચર્ચા પણ ચાલી રહી છે.

16 જૂન 2019, 09:30 વાગ્યે

અયોધ્યા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના શ્રી રામલલા દર્શન પહેલા બાબરી પક્ષકાર ઇકબાલ અંસારીનું નિવેદન, ધાર્મિક નગરી આવવું સારી વાત પરંતુ કામ સારૂ કરો, 18 સાંસદોની સાથે દર્શન કરવા ધાર્મિક નથી રાજકારણ છે.

16 જૂન 2019, 09:06 વાગ્યે

લોકસભા ચૂંટણીમાં અમને બહુમત મળી છે. તેમાં રામલલા અને મંદિરનું નિર્માણ કાર્ય પણ સામેલ છે. રાઉતે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂક સમયમાં જ યોગી જી અને મોદીજીના નેતૃત્વમાં શરૂ થશે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More