Ahmedabad News : અમદાવાદ પાસેના સાણંદમાંથી ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પકડાતા ચકચાર મચી ગઈ છે. કારણ કે, આ પાર્ટીમાં અમદાવાદના મોટા ઘરના 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા પકડાયા છે. નાની દેવતી ગામે આવેલ ગ્લેડ-1 રિસોર્ટમાં આ દારૂની મહેફિલ ચાલી હતી, જેના પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે યુવતીઓને નોટિસ આપી છોડી મૂકી છે તો 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે.
દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત
મહત્વનું છે કે, અમદાવાદના સાણંદમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા. રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતી. બર્થ ડે પાર્ટીનો આયોજક પ્રતિક સાંઘી અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર આવેલા મેફેર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. દારુ પિધેલા 39 લોકોને CHC લઈ જવાયા ત્યાં મેડિકલ ટેસ્ટ બાદ તમામ મહિલાઓને નોટિસ આપી છોડી દેવાઈ. તો બીજી તરફ સ્થળ પરથી 20 ખાલી તો 5 ભરેલી બોટલ અને 2થી 3 અડધી ભરેલી બોટલ મળી આવી હતી. સાથે જ બેથી ત્રણ હુક્કા પણ મળી આવ્યા. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35થી 40 વર્ષના હોવાની માહિતી સામે આવી.
દારૂની મહેફિલમાં પકડાયેલા અને પોલીસ ફરિયાદમાં નોંધાયેલા યુવક-યુવતીઓના નામ
દારૂની સગવડ પ્રતીકના મિત્રએ કરી હતી
પ્રતીક સાંધીના જન્મ દિવસ નિમિત્તે દારૂ, દમ અને ડાન્સનું આયોજન કરાયું હતું. દારૂની સગવડ પ્રતીકના મિત્ર મીત દ્વારા કરવામાં આવી હતી. મીત મૂળ મુંબઈનો છે, જે પાર્ટીમાં હાજર ન હતો. મીતે મુંબઈમાં બેઠા બેઠા દારૂની સગવડ કરી હતી. પાર્ટીના સ્થળ પર ડિસ્કો થેક બનાવવામાં આવ્યું હતું. દરોડાના સમયે તમામ યુવક-યુવતી ડિસ્કો લાઈટમાં દારૂનો નશો કરીને ઝૂમી રહ્યા હતા. પ્રતીક દ્વારા પાર્ટી માટે હોલ ભાડે રાખવામાં આવ્યો હતો.
તમામ યુવક-યુવતી 35 થી 40 વર્ષના
રેડ દરમિયાન પોલીસને 20 ખાલી બોટલ, 5 ભરેલી બોટલ, 2-3 અડધી બોટલ મળી આવી છે. બેથી ત્રણ હુક્કા મળી આવ્યા છે. પોલીસ તપાસ માટે 39 લોકોને CHC મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા છે. પ્રતીક સાંઘી મેફેર એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાનુ ખૂલ્યુ છે. પ્રતીક સાંઘી પણ બ્રેથ એનલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે. તેથી તેઓએ પણ દારૂ પીધો હોવાનું ખૂલ્યું છે.
પ્રતિક સાંધીએ ખોટું સરનામું લખાવ્યું?
સાણંદમાં પકડાયેલ દારૂની મહેફિલનુ આયોજન પ્રતિક સાંધીએ પોતાના બર્થ ડે અંતર્ગત કર્યું હતું. પ્રતીક સાંધી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. ફરિયાદમાં પ્રતિક સાંધીએ શિવરંજની પાસે d mart પાછળના મેફેર એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પ્રતીક સાંધીના ફરિયાદમાં લખાવેલા સરનામા પર ઝી 24 કલાક પહોંચ્યું હતું. મકાનમાં રહેતા સભ્યે હાલ મકાન તેમના નામે નહિ અને અહીં 3 વર્ષથી ન રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો.
આખી રાત ભલામણના ફોન આવ્યા
સાણંદ પોલીસ અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન રણક્યાં હતા. રાત્રિના 1 વાગ્યાથી લઈને અત્યાર સુધી પોલીસે કાર્યવાહી કરી. રાત્રે એસપી ઓમ પ્રકાશ જાટ, એક ડીવાયસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો રેડમાં જોડાયો હતો. બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર પ્રતીક દારૂ ક્યાંથી લાવ્યો એ અંગે તપાસ શરૂ કરી છે. પાર્ટીમાં બોલવા માટેથી પ્રતીકે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો.
બર્થડે પાર્ટી બેક્યોટ હોલમાં રાખવામાં આવી હતી, જ્યાં દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. પોલીસ જ્યા દારૂની પાર્ટી પહોંચ ત્યારે હોલમાં દારૂ, હુક્કાની ગુડગુડ અને ઊંચા અવાજે સંગીત ચાલી રહ્યું હતું. પહેલા 90 લોકોને ડીટેઇન કરવામાં આવ્યા હતા.
સાણંદમાં 24 કલાકમાં બે દારૂની મહેફિલ ઝડપાઈ
આજે ગ્લેડ રિસોર્ટમાંથી સૌથી મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ ઉપરાંત રવિવારે સાણંદમાં કલહાર બ્લૂ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. 358 નંબરના બંગલામાંથી પોલીસે રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરી હતી. વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બાતમીના આધારે આ પાર્ટી પર પણ દરોડા પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે