Home> LifeStyle
Advertisement
Prev
Next

તેલ અને ઘી નહીં હવે પાણીમાં તળો પુરી, એકદમ ક્રિસ્પી બનશે, જાણો ઓયલ-ફ્રી પુરીની રેસિપી

વાહ! જો તમે પણ બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો અને પુરીની મજા લેવા ઈચ્છો છો તો આ કમાલની ટ્રિક તમારા માટે છે. તેલ કે ઘીમાં તળવાની જગ્યાએ તમે પુરીને પાણીમાં તળી સ્વાસ્થ્યપ્રદ બનાવી શકો છો. આવો જાણીએ આ ઓયલ-ફ્રી પુરી કઈ રીતે બનાવવામાં આવે છે.

તેલ અને ઘી નહીં હવે પાણીમાં તળો પુરી, એકદમ ક્રિસ્પી બનશે, જાણો ઓયલ-ફ્રી પુરીની રેસિપી

દરેક ભારતીયોને પુરી ખૂબ પસંદ હોય છે અને બધા લોકોના ઘરે બનતી હોય છે. પરંતુ પુરી ઘી કે તેલમાં તળવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બરાબર નથી. તેમાં કેલેરી વધુ હોય છે, તેથી તેને અનહેલ્ધી માનવામાં આવે છે. તેવામાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા પુરી ખાવાથી દૂર રહે છે. પરંતુ વિચારો તમને દરરોજ પુરી ખાવા મળે, તે પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર? અને સૌથી સારી વાત છે કે આ પુરીમાં એકપણ ટીંપુ તેલ હશે નહીં. તમે વિચારી રહ્યાં હશો કે તેલ વગર પુરી કઈ રીતે બનશે? તો તેનો જવાબ છે- પાણીમાં. હા આજે અમે તમને ઓયલ-ફ્રી પુરી બનાવવાની રેસિપી જણાવીશું.

fallbacks

ઝીરો-ઓયલ પુરી બનાવવા માટે જરૂરી સામાન
1 કપ ઘઉંનો લોટ, નમક (સ્વાદઅનુસાર), 2 ચમચી દહીં, જરૂરિયાત પ્રમાણે પાણી.

ઝીરો-ઓયલ પુરી બનાવવાની રીત
સૌથી પહેલા એક કપ લોટ લો અને તેમાં 2 ચમચી દહીં અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

હવે આ લોટને પાણીની મદદથી ગૂંથી લો. ધ્યાન રાખો, લોટ થોડો કડક હોવો જોઈએ.

લોટ ગૂંથ્યા બાદ તેને એક સુતરના કપડામાં અડધો કલાક ઢાંકીને રાખો.

અડધો કલાક બાદ લોટની પુરી બનાવો. 

હવે ગેસ ચાલુ કરો અને એક કઢાઈમાં તેલની જગ્યાએ પાણી નાખો.

જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં ધીમે-ધીમે પુરીઓ નાખો.

પુરીને પાણીમાં લગભગ 2થી 3 મિનિટ સુધી પકાવો, જ્યાં સુધી તે પાણીની ઉપર ન તરવા લાગે.

બધી પુરીને આ રીતે પાણીમાં ઉકાળો અને પછી બહાર કાઢી લો.

હવે ઉકળી ગયેલી પુરીને એર ફ્રાયરની ટોકરીમાં રાખો અને 200 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ સુધી એર ફ્રાઇ કરો.

એક સાથે વધુ પુરી ન નાખો, બાકી તે સારી રીતે પાકશે નહીં.

પુરી નાખતા પહેલા એર ફ્રાયરને ગરમ કરી લો. બસ. તમારી તેલ વગરની પુરી તૈયાર છે. તમે તેને તમારા મસાલેદાર શાક કે છોલે સાથે ગરમાગરમ ખાઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More