Home> Gujarat
Advertisement
Prev
Next

કરૂણ અંત! લિવ ઇનમાં રહેતા પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, છેલ્લા 15-20 વર્ષથી સંબંધ હતો!

બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હોવાથી મૃતક મમતા મારવાડી ઉર્ફે પારુ થોડા માસથી અલગ રહેવા માટે ગઈ હતી. બન્ને વચ્ચે ગઈ 16મીના રોજ ફરી એક વાર ઝગડો થતા આરોપી પ્રદીપ મારવાડીએ મમતા મારવાડી ઉર્ફે પારૂનું સાડીથી જ ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી.

કરૂણ અંત! લિવ ઇનમાં રહેતા પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, છેલ્લા 15-20 વર્ષથી સંબંધ હતો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સરદારનગરમાં અનૈતિક સંબંધનો કરુણ અંત આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોલીસ સામે સમર્પણ કરતા સરદારનગર પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

fallbacks

ભરૂચમાં 1400 જેટલી મિલકત પર વક્ફ બોર્ડે ઠોક્યો દાવો, સાંસદ પણ આકરા પાણીએ

ગત 16 તારીખના રોજ અમદાવાદના સરદારનગર વિસ્તારના નોબલનગરમાં એક પ્રેમીએ તેની જ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા નિપજાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી મૂળ રાજસ્થાનના પ્રદીપ રત્નાજી મારવાડી અને મૃતક પારૂ ઉર્ફે મમતા મારવાડી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. છેલ્લા ઘણા વર્ષોથી ત્યારે 7થી 8 વર્ષથી પ્રદીપ મારવાડી અને મમતા મારવાડી સરદાર નગર ખાતે લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. 

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...

બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હોવાથી મૃતક મમતા મારવાડી ઉર્ફે પારુ થોડા માસથી અલગ રહેવા માટે ગઈ હતી. બન્ને વચ્ચે ગઈ 16મીના રોજ ફરી એક વાર ઝગડો થતા આરોપી પ્રદીપ મારવાડીએ મમતા મારવાડી ઉર્ફે પારૂનું સાડીથી જ ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પ્રેમી આરોપી પ્રદીપ મારવાડી સરદારનગરના પોલીસ સ્ટેશન ખાતે પોતાને જાતે સમર્પણ કરતા સરદારનગર પોલીસે આરોપીને પકડી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી પૂછપરછ શરૂ કરી હતી. 

આ ગુજરાતનું શું થશે? શિક્ષકો બાદ હવે આરોગ્યકર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પ્રદીપ મારવાડી અને મૃતક મમતા મારવાડી ઊર્ફે પારું બન્ને મૂળ રાજસ્થાનના છે અને બંને પરિણીત છે અને મૃતક મમતા મારવાડીને ત્રણ સંતાન પણ છે. જે પોતાના વતન રાજસ્થાન તેના પતિ સાથે રહે છે. જ્યારે છેલ્લા 15-20 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સરદારનગરમાં મહિલા જયાં રહેતી ત્યાં આરોપી પ્રદીપ અનેક વાર દારૂના નશામાં આવતો અને બન્ને વચ્ચે અનેકવાર બોલાચાલી અને ઝગડા પણ થતાં હતા.

વિનેશના સ્વાગતમાં બજરંગ પુનિયાથી થઈ મોટી ભૂલ, ભડક્યા પ્રશંસકો, કહ્યું; 'માફી માંગો..

16મી સવારે પણ ઝગડો થતા મામલો હત્યામાં પરિણમ્યો ત્યારે આરોપી પ્રદીપ મારવાડીને પત્ની અને બાળકો છે જે અમદાવાદમાં જ રહે છે. હાલ પોલીસે આરોપી પ્રદીપ મારવાડીની ધરપકડ કરી હત્યા કરવાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More