Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

ગુજરાત શેકાયું! આ જિલ્લો કેમ રહે છે ઉનાળામાં સૌથી વધુ ગરમ, કારણ છે એકદમ જાણવા જેવું...!

આભ જાણે અંગારા વરસાવી રહ્યું હોય તેમ જનજીવન ધગધગી ઊઠે તેવા  આકરા તાપે ભુજવાસીઓની અગનકસોટી કરી હતી. મધ્યાહ્ન સમયે તો કામ વગર ઘરથી બહાર નીકળવાનું લોકોએ ટાળતાં ગરમીએ કુદરતી સંચારબંધી લાદી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

ગુજરાત શેકાયું! આ જિલ્લો કેમ રહે છે ઉનાળામાં સૌથી વધુ ગરમ, કારણ છે એકદમ જાણવા જેવું...!

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ચૈત્રના આરંભ સાથે કચ્છ પર સૂર્યનારાયણ આભમાંથી અંગારા વરસાવી રહ્યા હોય તેમ ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના વધારા સાથે વિક્રમી એવા 44.5ડિગ્રીએ પહોંચતાં જનજીવન લૂથી લાલચોળ બન્યું હતું. એપ્રિલ માસમાં ભુજમાં 2017માં અત્યાર સુધીનું સર્વાચ્ચ એવું 45.8 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે નોંધાયેલું 44.5 ડિગ્રી તાપમાન દાયકાનું બીજું સર્વોચ્ચ હોવાનું હવામાન વિભાગે જારી કરેલા આંકડા પરથી દેખાઈ રહ્યું છે. 

fallbacks

આવી ગઇ અંબાલાલની નવી આગાહી; ગુજરાતમાં ક્યાંક આવશે વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ

44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યની સાથે દેશનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. અધૂરામાં પૂરું હવામાન વિભાગે હજુ છ દિવસ સુધી ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી સાથેનું ઓરેંજ એલર્ટ આપતાં કચ્છને તાપના શકંજામાંથી મુક્તિ મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી.  ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. 

સોનાનો ભાવમાં તોતિંગ 40 ટકા સુધીનો થઈ શકે છે ઘટાડો, સીધો 55,000 થઈ જશે ભાવ!

આભ જાણે અંગારા વરસાવી રહ્યું હોય તેમ જનજીવન ધગધગી ઊઠે તેવા  આકરા તાપે ભુજવાસીઓની અગનકસોટી કરી હતી. મધ્યાહ્ન સમયે તો કામ વગર ઘરથી બહાર નીકળવાનું લોકોએ ટાળતાં ગરમીએ કુદરતી સંચારબંધી લાદી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન પણ 24.4 ડિગ્રીએ રાત્રે પણ ઉકળાટ અનુભવાયો હતો. 

ગુજરાત સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ; વાવાઝોડું કે માવઠામાં પણ ખેડૂતોનો નહીં બગડે પાક

ભુજમાં આજે નોંધાયેલું તાપમાન રાજ્યમાં ઉનાળાની વર્તમાન સિઝનનું સૌથી સર્વોચ્ચ છે.  લઘુતમ તાપમાન પણ તમામ સ્થળે ઊંચું નોંધાતાં રાત્રે અનુભવાતી ઠંડક ગાયબ થઈ ગઈ છે. 

આ વર્ષે પણ ગુજરાતમાં કેરીનો સ્વાદ ખાટો જ રહેવાની શક્યતા! સુકાઈ રહ્યો છે આંબાનો મોર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More