Rajkot News ગૌરવ દવે/રાજકોટ : ગુજરાતનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળો SOP બહાના હેઠળ છેલ્લા બે વર્ષથી ચકડોળે ચઢી રહ્યો છે. રાજકોટનો આ લોકમેળો મનોરંજન તો પુરૂ પડે જ છે સાથે લાખોની જનમેદની ઉમટી પડતી હોવાથી અર્થતંત્રને પણ વેગ આપે છે. પરંતુ કેટલાક IAS અને IPS અધિકારીઓ લોકમેળો ન યોજાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. SOPના નિયમો જો હળવા થાય તો જવાબદારી કોણ લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવામાં આવે તો IAS અને IPSના બંગલા બહાર જનમેદની ઉમટે, ગંદકી થાય, ટ્રાફિક થાય અને અંતે સાહેબોને મુશ્કેલી થાય. આવું ન થાય તે માટે રાજકોટના બે ધારાસભ્યોને અધિકારીઓએ હાથો બનાવ્યા અને લોકમેળો રાજકોટ બહાર અટલ સરોવર લઈ જવા સુધીની મુખ્યમંત્રી સુધી રજૂઆતો પણ કરાવી. જોકે જન પ્રતિનિધિએ કોઈ અધિકારીઓનો હાથો બનવાને બદલે પ્રજા હિતમાં જોઈને નિર્ણય કરવો જોઈએ.
જન્માષ્ટમી આડે ગણતરીના દિવસો બાકી છે છતાં લોકમેળો યોજવો કે નહીં તે અંગે અવઢવ
રાજકોટ રંગીલું શહેર છે..જન્માષ્ટમીનો મેળો માણવો હોઈ તો રાજકોટ આવું પડે...ગુજરાતી ફિલ્મોમાં પણ લોકમેળાના ફઝર ફળકા અને લોકમેળાના ગીતો આકર્ષણ જમાવતા હતા. હવે આ બધી વસ્તુઓ ભૂતકાળ બની જાય તો પણ નવાઈ નહિ. રાજકોટ અને સૌરાષ્ટ્રની તાસીર જાણી ગયેલા અધિકારીઓ આજે પણ એવું કહે છે કે, લોકમેળો તો રાજકોટનું હૃદય છે. મેળાની મજા ન માણી તો શું માણ્યું. પણ વર્તમાન અધિકારીઓ ક્યાંક તંત્રનું ગ્રહણ લોકમેળા પર લગાવી બેઠા છે. TRP ગેમઝોન અગ્નિકાંડ થયું દુઃખ ઘટના હતી. પણ તેને કારણે બે-બે વર્ષ થી લોકમેળો ન યોજવો, રાઈડ્સ સંચાલકોને મંજૂરી ન આપવી, લોકોની લોકમેળાની મજા છીનવી લેવી તે કેટલું યોગ્ય ? છઠ્ઠના દિવસે સરકાર અને વહીવટી તંત્ર લોકમેળાને ગોરસ લોકમેળો, ભાતીગળ લોકમેળો, રંગીલો લોકમેળો આવા નામકરણ કરી અને ખુલ્લો મુકતા અને લાખોની જનમેદની ઉમટી પડતી. હવે જન્માષ્ટમી આડે ગણતરીના દિવસો બાકી છે છતાં લોકમેળો યોજવો કે નહીં તે અંગે અવઢવ છે. કારણ કે રાજ્ય સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક માટે તૈયાર કરેલી SOPનું પાલન કરવા આદેશ કર્યો છે. જે પરમનેન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક માટેની SOP છે. જ્યારે લોકમેળો તો પરમેનન્ટ નથી છતાં તેની પર SOP થોપી બેસાડવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમોને કારણે લોકમેળો યોજાતો નથી. આ લોકમેળામાં રાઈડ્સ ન હોઈ તો લોકો ન આવે તે સ્વભાવીક વાત છે. જેને કારણે આઈસ્ક્રીમ અને રમકડાંના સ્ટોલ સંચકાઓએ પણ ફોર્મ ભર્યા નથી.
ગંભીરા પુલ સર્ચ ઓપરેશનમાં કેમિકલ બન્યું મોટું અવરોધ, રેસ્ક્યૂ ટીમની આંખોમાં બળતરા થઈ
ગાંધીનગરમાં રજૂઆત કરાઈ
આ મુદ્દો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પણ પહોંચ્યો હતો. આજે ફરી ગાંધીનગરમાં રાઈડ્સ સંચાલકો અને લો એન્ડ ઓર્ડરના સેક્રેટરી સુધી પહોંચ્યો છે. રાજકોટ ભાજપ નેતા વિનુભાઈ ઘવાએ અધિકારીઓ પર સટાસટી બોલાવી હતી અને કહ્યું હતું કે, લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને આખા વર્ષની રોજી રોટી નીકળતી હોઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે જેને કારણે રૂપિયો પણ બજારમાં આવે છે.આ મુદ્દે હું આજે મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેડી, રાઈડ્સ અને ફઝર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. લોકમેળા મુદ્દે જેને વાંધો હોઈ તે ઘરે રહે. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.
તો બીજી તરફ રાઈડ્સ સંચાલકો અને ખાનગી મેળાના સંચાલકો પણ અવઢવમાં મુકાયા છે. પૂર્વ કલેકટર પ્રભવ જોષી લોકમેળા અંગે આવેલી SOPનું અર્થઘટન કાંઈક અલગ જ કર્યું હોવાથી છેલ્લા બે વર્ષ થી રાઈડ્સ સંચાલકો બેરોજગાર થઈ ગયા છે. ગુજરાત લોકમેળા એસોસિએશનના સભ્ય કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આજે લો એન્ડ ઓર્ડરના સેક્રેટરી સાથે મેળા એસોસિએશનની બેઠક મળશે. લોકોની રોજીરોટી ને ધ્યાને રાખી સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવશે. સરકાર મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન આપે છે તો રાઇડસ એસેમ્બલ હોઈ છે સ્થાનિક લુહાર બનાવે છે. રાઇડ્સના GST વાળા બિલ માગે તો એ પોસીબલ ન હોય તે સ્વભાવિક છે. વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઇચ્છી રહ્યા છીએ.
રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જેને કારણે ગરીબ અને પાથરણા ધારકોને આખા વર્ષની રોજીરોટી નીકળતી હોઈ છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે પરંતુ આર્થિક રીતે અન્ય શહેરોની સરખામણીએ ઓછું સદ્ધર છે. લોકમેળો એક જ એવું માધ્યમ છે જે ભાતીગળ અને સંસ્કૃતિને ઉજાગર કરતો આવે છે. જોકે આ લોકમેળો ન યોજાય તે માટે કેટલાક IAS અને IPS અધિકારીઓ જ સરકારને ખોટી દિશા સૂચવે છે. પરંતુ આ અધિકારીઓને લોકમેળો કેટલાય લોકોને રોજી રોટી પુરી પાળે છે તે દેખાતું નથી. સરકાર સાથેની આજની બેઠકમાં લોકમેળાને લઈને શું નિર્ણય લેવાય છે તેના પર સૌરાષ્ટ્રભરના લોકોની નજર રહેલી છે.
ઈટાલિયા Vs અમૃતિયા ચેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી, પાટીદાર નેતાએ આપી મોટી સલાહ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે