BJP New President: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગેની અટકળો હવે સમાપ્ત થવાના આરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે અને પાર્ટી ટૂંક સમયમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. ટૂંક સમયમાં ભાજપની આંતરિક ચૂંટણી સમિતિ બેઠક કરશે અને અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક કેન્દ્રીય મંત્રીનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. તેમને સંગઠનમાં એક મજબૂત વ્યક્તિ માનવામાં આવે છે અને પીએમ મોદીની ખૂબ નજીક છે.
ચૂંટણીની તારીખ અંગે અંતિમ નિર્ણય..
ખરેખર, ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક ડૉ. કે. લક્ષ્મણના નેતૃત્વમાં યોજાવાની છે જેમાં પાર્ટી પ્રમુખની ચૂંટણીની તારીખ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સમિતિમાં બીએલ સંતોષ જેવા નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ઉચ્ચ સ્તરે સર્વસંમતિ પછી ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી શકાય તે માટે વડાપ્રધાનના વિદેશ પ્રવાસની રાહ જોવાઈ રહી હતી.
મનોહર લાલ ખટ્ટરનું નામ લગભગ નક્કી
એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સૂત્રો પ્રમાણે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ નક્કી થઈ ગયું છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે 90 ટકા ખટ્ટર બની રહ્યાં છે. તેના પર પીએમ અને આરએસએસ બંનેને ભરોસો છે. ખટ્ટરની પાસે સંગઠનનો લાંબો અનુભવ છે અને તે આરએસએસના પ્રચારક પણ રહ્યાં છે.
આ પણ વાંચોઃ આ છે વિશ્વનો સૌથી ધનવાન ભિખારી.... 7.5 કરોડની સંપત્તિ, મુંબઈમાં દુકાન અને ફ્લેટ
1977થી સંઘ સાથે જોડાયેલા છે ખટ્ટર
મહત્વનું છે કે મનોહર લાલ ખટ્ટર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી છે અને હાલમાં કરનાલથી સાંસદ છે. 71 વર્ષીય ખટ્ટર 1977થી સંઘ સાથે જોડાયેલા છે અને 1994થી ભાજપ સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમણે પાર્ટીના વિશ્વાસપાત્ર કાર્યકર્તાના રૂપમાં ખુદને સાબિત કર્યા છે. હરિયાણામાં પણ તેમણે પીએમ સાથે મળી સંગઠનને મજબૂત કર્યુ હતું.
બીજીતરફ નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023મા ખતમ થઈ ગયો હતો પરંતુ લોકસભા ચૂંટણીને જોતા તેનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. હવે મોટા ભાગના રાજ્યોમાં સંગઠનની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. તેવામાં જેપી નડ્ડાના સ્થાને ભાજપ જલ્દી નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે