નવનીત દલવાડી, ભાવનગર: ગુજરાતમાં પહેલીવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇકો બ્રિક પાર્ક (Eco Brick park) આકાર પામી રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં ભાવનગરના સફાઇ કામદારો અને નાગરિકો પાસેથી 30000 જેટલી બોટલ એકઠી કરી છે, આ બોટલોમાંથી ભાવનગરના અકવાડા તળાવ ખાતે ઇકો બ્રિક પાર્ક (Eco Brick park) બનાવાની શરૂઆત થઈ ગઇ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.
Saurashtra: સૌરાષ્ટ્રના શેર 'ચીંટુ'નો છે આજે Birthday, પિતાની આંગળી પકડી શીખ્યા હતા ક્રિકેટ
ભાવનગર મહાનગર પાલિકા તેમજ ભાવનગરના જાણીતા નેચર એક્ટિવિસ્ટ (Activist) અને તબીબ ડો. તેજસ દોશી , BMC એક્ઝિકયૂટીવ એનજીનીર વિજય પંડિત ના માર્ગદર્શન હેઠળ આ પાર્ક બની રહ્યો છે, જેમાં બીએમસી (BMC) ની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે.
Ahmedabad: Corona ના કેસો ઘટતા તંત્ર માટે રાહતના સમાચાર, ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા બેડ ખાલી
Ecobricks એટલે શું?
- પ્લાસ્ટિકની એક-બે લિટરની બોટલ લેવી.
- ઘરમાંથી નીકળતું Single Use પોલીથીન કે જેને રિસાઈકલિંગ ના કરી શકાય તેને પ્લાસ્ટિકની બોટલમાં ઠુસી ઠુસીને ભરવું.
- એક મહિનાનું ઘરમાંથી નીકળતું પોલીથીન આ બોટલમાં સમાય જશે.
- બ્રાન્ડેડ દૂધની કોથળીઓ નાખવી નહીં કેમ કે તે રિસાયકલ થઈ શકે છે.
- કોહવાઈ શકે તેવા પદાર્થો નાખવા નહીં.
Ecobricks ના ફાયદા
- જમીન, પાણી, હવાનું પ્રદૂષણ અટકે છે.
- અનેક ચો. ફૂટ જમીનમાં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલમાં સમાઈ જાય છે.
- આ પોલીથીન ભરેલી બોટલ ના ઉપયોગ રસ્તા બનાવવા, બગીચા માં, બેસવાના ટેબલ વગેરેમાં અને અનેક રચનાત્મક કાર્યોમાં થઈ શકે.
- સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવામાં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, એ પણ અટકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે