Home> Health
Advertisement
Prev
Next

Immunity Booster ગણાતું ગીલોય પણ તમારા માટે બની શકે છે ઘાતક, જલદી જાણી લો નહીં તો પસ્તાશો

આયુર્વેદમાં ગીલોયનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે કોરોનાની મહામારી સમયે ઈમ્યુનિટી વધારવા લોકો ગીલોયનો જ્યૂસ પીતા જેના કારણે  લોકો ગીલોયના ગુણને જાણી શક્યા છે પરંતુ ગીલોય શું છે અને ક્યા રોગવાળાએ આનો ઉપયોગ કેટલો કરવો તે અમે તમને જણાવીશું.


 

Immunity Booster ગણાતું ગીલોય પણ તમારા માટે બની શકે છે ઘાતક, જલદી જાણી લો નહીં તો પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગીલોયને ગુજરાતીમાં ગળો કહેવાય છે.ગીલોયના પાંદડાઓને  પાણીમાં ઉકાડીને  કેટલાક લોકો તેનું સેવન કરે છે તો કેટલાક લોકો કેપ્સૂલ,પાઉડર અને જ્યૂસના રૂપમાં ગીલોયનું સેવન કરે છે પરંતુ શું તમે જાણો છો આ ઔષધિના વધુ પડતા ઉપયોથી અમુક પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે.
fallbacks
શું છે ગીલોય?
આ એક પ્રકારની વનસ્પતિ છે.આ વનસ્પતતી તમને કોઈને કોઈ વૃક્ષ પર જોવા મલશે.આ વનસ્પતિના પાન લીંબડાના વૃક્ષ પરથી લો તો વધુ ગુણકારી છે.ગીલોય બન્ને કીડની અને હૃદયમાંથી ઝેરિલા પદાર્થો દુર કરે છે અને મુક્તકણ (free radicals) ને પણ બહાર કાઢે છે.આ બધા સિવાય, ગીલોય બેક્ટેરિયા,મૂત્ર માર્ગમાં સંક્રમણ અને હૃદયની બીમારીઓનો સામનો કરે છે.

fallbacks

લો બ્લડ સુગર (Low Blood Sugar)
જો તમારુ બ્લડ સુગર લેવલ ડાઉન રહે છે તો તમારે ગીલોયના વધુ પ્રમાણમાં લેવું જોઈએ નહીં.ગીલોય લોહીમાં રહેલા સુગર લેવલને ઓછું કરે છે.આ પ્રકારના લોકોએ ડોક્ટરની સલાહ બાદ જ ગીલોય (Giloy) નો ઉપયોગ કરવો જોઈએ.

Coffee ના શોખીન છો તો તેનાથી થતાં ફાયદા અને નુકસાન વિશે પણ જાણી લો

કબજિયાતની સમસ્યા (Constipation)
ગીલોય તમારા પાચન તંત્રને નાદુરસ્ત કરે છે.જો કોઈ કિસ્સામાં એવું પણ સામે આવ્યું છે કે ગીલોય વધુ માત્રામા લેવાથી કબજિયાતની સમસ્યા ઉભી થઈ હોય.

ઓટો ઈમ્યૂનિટી ડિસોર્ડર (Auto Immunity Disorder)
કોરોના (Corona) ના સમયગાળામાં ગીલોયને ઈમ્યૂનિટી (Immunity) વધારવા માટે ચમત્કારીક પાંદડાના રૂપમાં માનવામાં મનાય છે.તબીબોનું કહેવું છે કે,ગીલોયનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઓટો ઈમ્યૂનિટી (Immunity) ડિસાર્ડરનું જોખમ વધી શકે છે.

fallbacks

તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ, જાણો બાળક ખાતુ ન હોય તો આપવો જોઈએ કેવો ખોરાક

સર્જરી પહેલા ગીલોયનો ન કરવો ઉપયોગ
તબીબોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની સર્જરી પહેલા ગીલોયનું સેવન ના કરવું જોઈએ.સર્જરી દરમ્યાન દર્દીનું બ્લડ સુગર કન્ટ્રોલમાં રહેવું જોઈએ અને ગીલોય બ્લડ સુગર લેવલ ઉપર અસર કરે છે જેથી કોઈ પણ સર્જરી વખતે ગીલોય ના પીવા તબીબો આપે છે સલાહ.

શિયાળામાં ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ, બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો

શું ગર્ભવતી મહિલાઓ કરી શકે છે ગીલોયનો ઉપયોગ
ગર્ભવતી મહિલાઓ પર ગીલોયનો પ્રભાવ હજુ કઈ સ્પષ્ટ થયો નથી.કહેવામાં આવે છે કે ગર્ભઅવસ્થા દરમિયાન મહિલાઓએ ગીલોય (Giloy) નું સેવન ના કરવું જોઈએ.

અનેક રોગોનો રામબાણ ઈલાજ છે હળદર, તમે પણ જલદી જાણી લો આ છે ફાયદા

એક દિવસમાં કેટલું ગીલોય (Giloy) લેવું
જો તમે ગીલોયના પાંદડાને પાનીમાં ઉકાળીને તેને પી રહ્યા છો તો રોજ એક ગ્લાસ પી શકો છો.જો તમે કેપ્સૂલ,પાઉડરના માધ્યમથી ગીલોયનું સેવન કરો છો તો પેકેટ પર લખેલી સુચના મુજબ જ તેને લેવું જોઈએ.જો તબીબો પુરૂષોને દિવસમાં બે અને બાળકોને એકથી વધારે ટેબલેટ ના લેવા જણાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More