Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking News: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઈન

કેતન ઈનામદાર પહેલા ગઈકાલે કરજણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અક્ષય પટેલનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 Breaking News: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઈન

વડોદરાઃ વડોદરા જિલ્લામાં હવે ભાજપના નેતાઓ પણ કોરોનાની (corona virus) ઝપેટમાં આવી રહ્યાં છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર (Savli MLA Ketan Inamdar)નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદાર પોતાના ઘરે લોકોના પશ્નોને લઈને જનતા દરબાર પણ ભરતા હતા. હાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. ધારાસભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સમર્થકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. 

fallbacks

અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાનાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરજણમાં ભાજપના નેતાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પહેલા એક નગર સેવક પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More