Home> Gujarat
Advertisement
Prev
Next

8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે કરાશે ખાસ વ્યવયસ્થા, સરકારે મંજૂર કર્યાં 82 કરોડ રૂપિયા

રાજ્ય સરકારે વકીલોના હિત માટે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો છે.
 

 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે કરાશે ખાસ વ્યવયસ્થા, સરકારે મંજૂર કર્યાં 82 કરોડ રૂપિયા

ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેષ પટેલે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. રાજ્ય સરકારે વકીલો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

fallbacks

પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 

મંત્રએ કહ્યું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ધારાસભ્યોના નકલી સહી-સિક્કાથી બનાવી આપતો આધાર-પાન કાર્ડ, સુરતમાં ઝડપાયો આરોપી

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તેમના માટે કાર્ટ પરિષદમાં જ એક અલાયદા બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે. 

જે અંતર્ગત જામનગરમાં રૂ. ૩૨.૪૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રૂ. ૭.૨૦ કરોડ, ભાવનગરમાં રૂ. ૧૪.૪૩કરોડ, મોરબીમાં રૂ. ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં રૂ. ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં રૂ. ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં રૂ. ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં રૂ. ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More