Home> Gujarat
Advertisement
Prev
Next

જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયા..ને આતંકી ગોળીબારમાં ગુજરાતી શૈલેષ કળથિયાને મળ્યું મોત

Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ 28 લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ ગુજરાતી મૃતકોમાં સુરતના એક અને ભાવનગરના પિતા-પુત્ર એટલે બે લોકોના જીવ ગયા છે. આ સાથે આ આતંકી હુમલામાં કુલ 17 લોકો ઈજાગ્રસ્ત છે. જેમાં ગુજરાતના બે લોકો સામેલ છે. 

જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયા..ને આતંકી ગોળીબારમાં ગુજરાતી શૈલેષ કળથિયાને મળ્યું મોત

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યા હતા, જેમાં 28 લોકોના મોત થયાની આશંકા છે. જેમાં સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું છે. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું છે. શૈલેષ કલાઠિયા હાલમાં પરિવાર સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

fallbacks

મૂળ અમરેલીના શૈલેષ કળથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે. સુરતમાં રહેતો કળથિયા પરિવાર થોડા સમયથી મુંબઈ રહેતા હતા. શૈલેષભાઈ સુરતથી જમ્મૂ-કાશ્મીર ફરવા ગયા હતા. શૈલેષભાઈના પરિવારજનો સુરક્ષિત છે. એ જ રીતે ભાવનગરના પિતા-પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે. યતીન પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું છે. ઘટના બાદ ગુમ થયા પિતા-પુત્રના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મોરારીબાપુની કથા સાંભળવા ભાવનગરના 20 લોકો ગયા હતા. જેમાં આ પિતા-પુત્રનું સમાવેશ થાય છે, જેઓ આતંકી હુમલાનો શિકાર બન્યા. અન્ય લોકો સુરક્ષિત હોવાની માહિતી છે.

જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયા હતા 
શૈલેશભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો. જ્યારે કાશ્મીરમાં ઘટના બની અ દિવસે 22મી એપ્રિલ હતી. એટલે કે આજે શૈલેશભાઈનો જન્મદિવસ છે. જન્મદિનના એક દિવસ પહેલા તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલીમા છવાઈ છે. 23મી એપ્રિલના રોજ જન્મદિન હોવાથી સંભવત જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હશે.

નોંધનીય છે કે, દેશ પર પુલવામા અટેક બાદ આ સૌથી મોટો બીજો હુમલો થયો છે. જેમાં કાયર આતંકીઓએ માસુમ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. ઈજાગ્રસ્તોનો દાવો છે કે આતંકીઓ તેમનો ધર્મ પુછી પુછીને મોતના ઘાટ ઉતાર્યા છે. અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા જ થયેલો હુમલો લોકોમાં ડર ઉભો કરવા માટે કરાયો છે. 

આતંકી હુમલાની ઘટનાના તુરંત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે. તેઓ આજે પહેલગામ પહોંચી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદી પણ પોતાનો સાઉદીનો પ્રવાસ રદ કરીને પરત આવી ગયા છે.  એટલે કે હવે આ કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવાની તૈયારી ભારત સરકારે કરી લીધી છે. તો બીજી તરફ જમ્મૂમાં વિશ્વ હિંદૂ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સ, હાઈ કોર્ટ બાર એસોસિયેશને બંધનું એલાન આપ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More