Home> Gujarat
Advertisement
Prev
Next

'રેખાબેનને ડેરીમાં બેસાડીને ગલબાકાકાનું રુણ ઉતારો એ સારો વહીવટ કરશે, આ મારી ગેરંટી છે'

હું જાહેર મંચ ઉપરથી શંકરભાઈને કહું છું કે એમનું ઋણ ઉતારો. આ મોદીની નહિ મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઇ કરતા સારી ડેરી ચલાવશે. એટલે એમને બનાસડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો તેને ટક્કર મારીને ગેનીબેનને લોકોએ સંસદ બનાવ્યા છે. 

'રેખાબેનને ડેરીમાં બેસાડીને ગલબાકાકાનું રુણ ઉતારો એ સારો વહીવટ કરશે, આ મારી ગેરંટી છે'

અલકેશ રાવ/બનાસકાંઠા: કોંગ્રેસના નવનિયુક્ત સંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકલ વાસનીક ,કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા, જ્યાં મુકલ વાસનીક,શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યાં મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી.

fallbacks

દ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત, પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોત

બનાસકાંઠા લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકુલ વાસનીક ,ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ,અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અમે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનીક,શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યાં લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. 

સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા..પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 

મહેસાણામાં અશાંત ધારો લાગુ! 79 વિસ્તારમાં મકાન લે વેચ માટે લેવી પડશે ફરજિયાત મંજૂરી

2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા. બનાસકાંઠા SP થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી, પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો..આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું, આપણા ક્યાં બુથોમાં ખોટું થયુ ક્યાં કાર્યકરોને હેરાન કર્યા એનું બધું એનાલિશીશ કરીને એનો રિપોર્ટ બનાવીશું. અને કોંગ્રેસ સમિતિને આપીશું. જો મરાથી કઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગણી કરીને કહેતા મોદી કે ગઢ મેં જીત કે આઈ હે...રાહુલજી લોકસભામાં સિંહ ગર્જના કરે એટલે સામે વાળાઓને 5 -5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે..અમને તો એ જોવાની એટલી મજા આવે કે જાણે અમારા રાહુલજી પીએમ હોય.

તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીત બદલ ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી ભાજપ અને શંકર ચૉધરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જોકે તેમને માઇક હાથમાં જ લેતા જ મજાક સ્વરૂપે કહ્યું કે આ માઈકના બહુ પ્રોબ્લમ હોય છે મને અમિતભાઇ ચાવડા કહેતા હતા કે વાઈફના પણ બહુ પ્રોબ્લમ હોય મને તો એની ખબર નથી. ગેનીબેન અન્યાય સામે લડતા હોય છે. કાર્યકર્તાઓને એ શીખવાની જરૂર છે. રાહુલજી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા. 

અ'વાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એપથી મોનિટરિ

બનાસકાંઠામાં એક બાજુ બનાસનીબેન અને બીજી બાજુ બનાસની બેંક હતી તો પણ મતદાઓએ બેંકને બાજુમાં મૂકી...લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની સામેના ઉમેદવાર હતા તે ગલબાકાકાની પૌત્રી છે તો એ સંસદમાં નહિ ચાલ્યા તો ડેરીમાં ચાલે. હું જાહેર મંચ ઉપરથી શંકરભાઈને કહું છું કે એમનું ઋણ ઉતારો. આ મોદીની નહિ મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઇ કરતા સારી ડેરી ચલાવશે. એટલે એમને બનાસડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો તેને ટક્કર મારીને ગેનીબેનને લોકોએ સંસદ બનાવ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો દૂધ ઉપર સબસીડી મળતી હતી અને નર્મદાનું પાણી પણ બધાને મળતું હતું જોકે બનાસકાંઠાના લોકોને પણ સબસીડી અને નર્મદાના પાણીનો હક છે તો એમને સવાલ કરજો. હમણાં ભાજપને બહુ તકલીફ પડી રહી છે આખા ભારતમાં. મોદી પહેલા નીતીશબાબુને કહેતા તેમના DNAમાં ગરબડ છે તો ચંદ્રાબાબુ નાયડુ વિશે કહેતા તેમને તેમના સસરા સામે ગદ્દારી કરી છે. આવા લોકો ભાજપ સાથે ન જોઈએ પરંતુ આજે તેમની સાથે મળીને તેમને સરકાર બનાવવી પડી,જગદગુરુ શંકરાચાર્યે પણ લોકસભામાં રાહુલજીનું ભાષણ હિન્દૂ વિરોધી ન હોવાનું કહ્યું છે. 

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?

જોકે કોંગ્રેસના AICCના પ્રભારી મૂકુલ વાસનિકે ગેનીબેનની જીત ઉપર તેમને શુભેચ્છાઓ આપી હતી અને ગુજરાત માટે ગેનીબેનની જીત મહત્વની સાબિત થવાનું ગણાવ્યું હતું. તો કોંગ્રેસ નેતા અમિત નાયકના ટિવટ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે કોઈ સવાલ નથી એમણે મારી સાથે વાત કરી હતી. ઘણા કાર્યકર્તાઓને ત્યાં અમારી આંતરિક લોકશાહી છે આંતરિક લોકશાહી અને અશિષ્ટ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. એમને જ્યારે પ્રોબ્લમ થયો એટલે મેં પોતે વાત કરી હતી. અને કોઈ બાબત હોય તો પરિવારની બાબત આપણે ગામના ચોંરે જઈને વાત નથી કરતા આપણે પરિવારમાં કરતા હોઈએ છીએ..કોઈ પણ કાર્યકર હોય તો પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ. અમારી પણ ફરજનો ભાગ છે..પણ કેટલાક લોકો આગળ પાછળ સોશિયલ મીડિયામાં પણ એના પહેલા મારે પણ મારી જાત ઉપર કાબુ રાખીને અશિસ્ત ન થાય એ મારે પણ જોવું જોઈએ. મને પણ મારે મારા પરિવારમાં કઈ કહેવું હોયતો મારા આગેવાનોને કહું. 

લો બોલો! અમદાવાદમાં આખેઆખી બોગસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સીલ, તંત્ર ઊંઘતું ઝડપાયુ

ભાજપમાં આવું કરી જુએ તો બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય...કોગ્રેસમાં છુટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સોના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીના આધાર નીચે પક્ષને નુકશાન થાય તેવું કોઈથી ન થાય એ બધાએ જોવું જોઈએ..તો ગેનીબેન ઠાકોરે મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને લોકો વિજયી બનાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More