Budh Gochar 2024: બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. સફળતા, સંતોષ, સારું સ્વાસ્થ્ય અને બુદ્ધિના તે કારક ગ્રહ છે. બુધ સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. બુધનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર 12 રાશિ પર પણ પડે છે.. બુધના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી જાય છે તો કેટલીક રાશિને નુકસાન સહન કરવું પડે છે.
આ પણ વાંચો: શનિની ઉલટી ચાલ પણ થઈ જાય બેઅસર, પ્રભાવ છે આ જગ્યામાં, શનિદોષથી મળી જાય મુક્તિ
19 જુલાઈએ બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે.. સિંહ રાશિમાં બુધના પ્રવેશથી 3 રાશિના લોકોને નોકરી અને વેપારમાં સારો લાભ મળશે. આ સમય દરમિયાન સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ એ 3 ભાગ્યશાળી રાશિ કઈ છે.
19 જુલાઈ બુધ કરશે સિંહ રાશિમાં પ્રવેશ
આ પણ વાંચો: આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત
મેષ રાશિ
બુધના ગોચરથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને શરીર ઊર્જાવાન બનશે. જીવનસાથી સાથે સાથે પણ સારો સમય પસાર થશે. આર્થિક રીતે પહેલા કરતા વધારે સ્થિતિ સારી થશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન મળી શકે છે.. જીવનમાં સંતોષની લાગણી અનુભવાશે.
આ પણ વાંચો: Budhwar Ke Upay: બુધવારની રાત્રે કરો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે ધનલાભના યોગ
મિથુન રાશિ
આ રાશિના જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમના માટે સારો સમય શરૂ થશે. સારા પેકેજ સાથે ઓફર લેટર મળી શકે છે. પ્રમોશન કે બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ થઈ શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ યાત્રા કરવી પડી શકે છે. પરિવારમાં એકતા રહેશે. મૃદુ વ્યવહાર લોકોનું દિલ જીતી લેશે.
આ પણ વાંચો: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
તુલા રાશિ
બુધ ગોચરથી સમાજમાં માન સન્માન વધશે. રોકાણથી અચાનક લાભ થઈ શકે છે. ઘરમાં વાહન કે સંપત્તિનું આગમન થઈ શકે છે. ખર્ચની સરખામણીમાં આવક વધશે. બહાર ફરવા જવાનો પ્લાન થઈ શકે છે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમ થવાના યોગ પણ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે