Valsad News : વલસાડના સિવિલ હોસ્પિટલની અજીબ ઘટના બની હતી. દવા લેવા આવેલ બે બહેનોના એક પછી એક મોત થયા હતા. આમ, બંને બહેનોએ ગણતરીની સેકન્ડ્સમાં દુનિયામાંથી વિદાય થઈ હતી, અને એકસાથે અનંતની વાટે નીકળી પડી હતી.
વલસાડ પારડી બરૂડિયાવાર ખાતે રહેતી રામીબેન માંગ અને ગજરીબેન માંગના મોતથી ચર્ચા થઈ હતી. રામી બહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા, જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામી બહેનની તપાસ કરી હતી. જ્યાં રામી બહેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જે બાદ તેમની બહેન ગજરીબેનને આઘાત લાગી આવતા તેઓ પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમને પણ ચેક કરતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ આવેલ બંને બહેનોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
બંને બહેનો દવા લેવા આવી હતી
ગુજરાતના વલસાડમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેણે સૌને ચોંકાવી દીધા. વાસ્તવમાં બે બહેનો હાઈ બ્લડ પ્રેશરથી પીડાતાં સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમિયાન એક બહેનને અચાનક ચક્કર આવતા તેઓ જમીન પર પડી ગયા હતા. ડોક્ટરો મદદ કરે તે પહેલા જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. બહેનના મૃત્યુથી બીજી બહેન એટલી વ્યથિત થઈ ગઈ કે તેણે પણ તરત જ પોતાનો જીવ આપી દીધો. બંને બહેનોના મોતનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
હવામાન વિભાગનું મોટું એલર્ટ, ગુજરાતમાં આંધી તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડશે
સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો
સારવાર અને દવા માટે આવેલી બે વૃદ્ધ બહેનોનું એક જ દિવસે થોડીવારમાં જ મૃત્યુ થયું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનામાં બંને બહેનોના મોતના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બંને બહેનોને હાઈ બ્લડપ્રેશરની બીમારી હતી, જેથી તેઓ છેલ્લા કેટલાક સમયથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે રાબેતા મુજબ તેણી ઘરેથી રીક્ષામાં બેસી વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
બંને બહેનો એકસાથે મૃત્યુ પામી
મળતી માહિતી મુજબ આ દરમિયાન એક બહેનને ચક્કર આવવા લાગ્યા. જેના કારણે તે સિવિલ હોસ્પિટલની લોબીમાં પડી હતી. હોસ્પિટલના સ્ટાફે વ્હીલચેર લાવીને તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાં ફરજ પરના મેડિકલ સ્ટાફે તેને મૃત જાહેર કર્યા હતા. બહેનના મૃત્યુના શોકને કારણે બીજી બહેનનું પણ થોડા સમય બાદ મૃત્યુ થયું હતું. ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ ઘટના જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચતા જ બંને બહેનોનું મોત નીપજ્યું હતું.
પદ્મિનીબા અને તેમના પુત્ર સામે ફરિયાદ, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ફરી વિવાદમાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે