Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરનો યુવક કાર અને ડોલરની ચોરી કરીને ભાગી ગયો

tenant murdered landlord : અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા.... ગાંધીનગરના ભાડુઆત યુવાને વૃદ્ધાની હત્યા કરી.... હત્યા બાદ આરોપી મૃતકની કાર લઈને થયો હતો ફરાર... પોલીસે આરોપીની કરી ધરપકડ....  
 

અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરનો યુવક કાર અને ડોલરની ચોરી કરીને ભાગી ગયો

Vadodara News વડોદરા : અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા કે વિદેશી ધરતી પર ગુજરાતીની હત્યા થઈ. અમેરિકામાં ગુજરાતીની હત્યા કરવામાં આવી. પરંતુ અમેરિકાથી ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં એક ગુજરાતીએ જ બીજા ગુજરાતીને મોતને ઘાટ ઉતાર્યા છે. ન્યુજર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા એક ગુજરાતી યુવકે કરી છે. મૂળ ગાંધીનગરના ભાડુઆત યુવાને વડોદરાની વૃદ્ધાની ન્યૂજર્સીમાં હત્યા કરી હતી, અને હત્યા બાદ વૃદ્ધાની કાર લઈને ફરાર થયો હતો. હત્યા બાદ વૃદ્ધાના એકાઉન્ટમાંથી તેણે 4500 ડોલર ડેબિટ કાર્ડથી ઉપાડી લીધા હતા. ત્યારે ન્યુ જર્સી પોલીસે હાલ આ હત્યારા ગુજરાતી આરોપીની  ધરપકડ કરી લીધી છે. વૃદ્ધાના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા પરિવારોમાં શોક ફેલાયો છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વડોદરાના રીટાબેન આચાર્ય ન્યૂજર્સીમાં રહે છે. ગાંધીનગરનો યુવક કિશન શેઠ રીટાબેન આચાર્યના ઘરે ભાડુઆત તરીકે રહેતો હતો. ત્યાંથી સ્થાનિક પોલીસ વેલફેર ચેકની માહિતી મેળવવા માટે રીટાબેનના ઘરે પહોંચી હતી. જ્યાં વારંવાર ડોરબેલ વગાડવા બાદ પણ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. જેથી તેમણે ઘરમાં પ્રવેશીને તપાસ કરી હતી. આ બાદ ઘરમાં જે દ્રષ્ય દેખાયું તે જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. રીટાબેન લોહીલુહાણ થયેલા બેડ પર પડ્યા હતા. તેમની હત્યા કરાઈ હતી. 

ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ, કાતિલ ઠંડી વચ્ચે ત્રાટકેલા વાવાઝોડાથી થશે આ અસર

આ બાદ પોલીસે સીસીટીવી ફંગોળ્યા હતા. જેના આધારે માલૂમ પડ્યું કે રીટાબેનના ઘરે ભાડુઆત તરીકે રહેતા કિશન શેઠે તેમની હત્યા કરી હતી. હત્યા બાદ તે તેમની કાર અને ડેબિટ કાર્ડ ચોરીને ભાગી ગયો હતો. એટલુ જ નહિ, તેણે ડેબિટ કાર્ડથી 4500 ડોલર પણ ઊપાડી લીધા હતા. 

આ બાદ સ્થાનિક પોલીસે કિશન શેઠની શોધખોળ શરૂ કરી હતી, અને અંતે તે ઝડપાયો હતો. તો બીજી તરફ, અમેરિકામાં ગુજરાતી વૃદ્ધાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. હત્યા કરનારો બીજો કોઈ નહિ, પરંતુ ગુજરાતી યુવક જ નીકળતા સ્થાનિક ગુજરાતીઓમાં ચર્ચા ઉઠી છે. 

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More