Home> India
Advertisement
Prev
Next

એક બાજુ શિંદેએ આપ્યું રાજીનામું, શિવસેના MPsએ PM મોદીને મળવા માંગ્યો સમય, RSSએ CM અંગે આપ્યો આ ફોર્મ્યૂલા

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પણ રાજ્યમાં કમાન કોના હાથમાં રહેશે તે અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપી દીધુ છે. પરંતુ આ બધા વચ્ચે તેમની પાર્ટી શિવસેનાના સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.

એક બાજુ શિંદેએ આપ્યું રાજીનામું, શિવસેના MPsએ PM મોદીને મળવા માંગ્યો સમય, RSSએ CM અંગે આપ્યો આ ફોર્મ્યૂલા

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પણ રાજ્યમાં કમાન કોના હાથમાં રહેશે તે અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપી દીધુ છે. પરંતુ આ બધા વચ્ચે તેમની પાર્ટી શિવસેનાના સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નવા મુખ્યમંત્રીની પસંદગી માટે એક નવો ફોર્મ્યૂલા આપ્યો છે. 

fallbacks

શિવસેના સાંસદો પીએમ મોદીને મળવા માંગે છે
એકનાથ શિંદે ફરી પીએમ બનશે તે હજુ નક્કી નથી. દેવેન્દ્ર ફડણવીસના દિલ્હી આવ્યા બાદ હલચલ તેજ થઈ હતી પરંતુ હવે તેઓ મુંબઈ પાછા ફર્યા છે. સીએમ પદને લઈને મુંબઈમાં બેઠકોના અનેક દૌર ચાલ્યા પરંતુ વાત તો દિલ્હીથી ફાઈનલ થશે એ નક્કી છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદોએ પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેનાના સાંસદો પીએમ મોદીને એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરશે. 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે બેઠકોનો દૌર સતત ચાલુ છે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે મોટા સમાચાર આવી રહ્યા છે કે RSS પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરી છે. સંઘ પ્રમુખે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાની ભલામણ કરી છે. ભલે પછી પદની સમયમર્યાદા હોય. દેવેન્દ્ર ફડણવીસ પણ કાલે દિલ્હીના ટોચના નેતૃત્વને મળ્યા હતા. 

આ થિયરી રહેશે કે શું?
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે એક સીએમ અને 2 ડેપ્યુટી સીએમનો ફોર્મ્યૂલા ચાલુ રહી શકે છે. જ્યારે અઢી અઢી વર્ષના મુખ્યમંત્રી પદની થિયરી પણ સામે આવી રહી છે. પહેલા અઢી વર્ષ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પર રહી શકે છે જ્યારે પછીના અઢી વર્ષ માટે દેવેન્દ્ર ફડણવીસને કમાન મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More