Home> Gujarat
Advertisement
Prev
Next

Video : સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી

છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડ (Food)માંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી (Quality) ફૂડ મળતુ નથી. ત્યારે સુરત (Surat)ના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉ (Vadapav)ની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. 

Video : સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી

ચેતન પટેલ/સુરત :છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડ (Food)માંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી (Quality) ફૂડ મળતુ નથી. ત્યારે સુરત (Surat)ના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉ (Vadapav)ની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. 

fallbacks

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકત, કેમેરો જોતા જ ઉભો થઈ ગયો યુવક 

સુરત શહેર ખાણીપીણી માટે જાણીતું છે. પણ અહીં લારી ગલ્લા કે નાની દુકાનો પર વેચાતી ખાદ્યસામગ્રી વેચાય છે તે અનહેલ્થી હોય તેની હકીકત સામે આવી છે. તેવામાં રુસ્તમપુરા વિસ્તારમાં આવેલા વૈશાલી વડાપાઉંમાં વડામાંથી જીવાત નીકળતા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. તે બાદ સુરત મનપાના સેન્ટ્રલ ઝોન અને ફૂડ વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. ચેકીંગ દરમ્યાન દુકાનમાં મૂકેલી ખાદ્યસામગ્રી અનહેલ્થી સ્થિતિમાં  કંડીશનમાં મળી આવી હતી. જે તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે દુકાનદારે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ગ્રાહક ઘરે પાર્સલ લઈ ગયો હતો અને પછી આવીને તેણે વડામાં જીવાત નીકળી હોવાની ફરિયાદ કરી હતી. તેથી તેની વાત માનવામાં આવે તેમ નથી. દુકાનદારે વડાપાઉં બનાવવા માટે યોગ્ય સ્વચ્છતા રાખવામાં આવી હોવાની વાત કરી હતી.

આમ, ફૂડ સેફ્ટીને લઇ થતી મોટી વાતોની હવા નીકળી છે. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેસ્ટોરન્ટ્સની મોટી બ્રાન્ડ્સમાં ફૂડ સેફ્ટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More