Home> World
Advertisement
Prev
Next

PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભાષણ આપવા જઇ રહ્યાં છે. આ ભાષણને લઇને અમેરિકા (US)માં રહેતા ભારતીય સમુદાય (Indian Community)માં ઘણો ઉત્સાહ છે

PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભાષણ આપવા જઇ રહ્યાં છે. આ ભાષણને લઇને અમેરિકા (US)માં રહેતા ભારતીય સમુદાય (Indian Community)માં ઘણો ઉત્સાહ છે. આ કારણ છે કે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે અમેરિકાના કેટલાક રાજ્યોના ભારતીય સમુદાયના લોકો ન્યૂયોર્ક પહોંચ્યા છે.

fallbacks

ભારતીય સુમદાય યુએન કાર્યાલયની બહાર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી સમયાનુસાર સાંજ લગભગ 7.50 વાગ્યે સભાને સંબોધન કરશે. વડાપ્રધાને વર્ષ 2014 અને વર્ષ 2015માં પણ UNGAને સંબોધિક કરી હતી. તે તેમના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ત્રીજું ભાષણ હશે. બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા પીએમ મોદીનું UNGAમાં આ પહેલું ભાષણ છે.

આ પણ વાંચો:- Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

આ ભાષણમાં વડાપ્રધાન ન્યૂ ઇન્ડિયાની નીતિઓથી વર્લ્ડને અવગત કરાવી શકે છે. વડાપ્રધાન તેમના ભાષણમાં કોઇ મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાન તેમના ભાષણમાં આતંકવાદનો ઉઠાવી શકે છે. વર્ષ 2014માં UNGAમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદને ગુડ ટેરેરિઝ્મ અને બેડ ટેરેરિઝ્મમાં વહેચવાને લઇને દુનિયાના મોટા દેશોની આલોચના કરી હત.

વડાપ્રધાન તેમના ભાષણમાં પર્યાવરણ મુદ્દા પર પણ વાત કરી શકે ચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે જણાવી શકે છે કે, ભારતમાં કઇ રીતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકની સામે તેમનો સંકલ્પ ફરીથી કહી શકે છે. પીએમ મોદીએ ભાષણના થોડા સમય બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પણ ભાષણ હશે.

આ પણ વાંચો:- પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર

મોદી અને રુહાની વચ્ચે મુલાકાત
આ પહેલા સંયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની વચ્ચે ગુરૂવારે બેઠક યોજાઇ હતી. જેમાં બંને નેતાઓએ ચાબહાર બંદર અને તેની મહત્તા પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ આ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને શેર કરેલ હિતોના ક્ષેત્ર અને વૈશ્વિક વિકાસ પર વિચારો શેર કરો.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More