Surat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદે તો વિરામ લીધો છે પણ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સુરતમાં એકા એક એટલા કેસ વધી ગયા કે નવી સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા. એક બેડ પર બે-બે દર્દીઓ સારવાર કરાવતા જોવા મળ્યા. કેવી છે રોગચાળાની સ્થિતિ? જુઓ આ અહેવાલમાં.
ચોમાસાની ઋતુ સાથે સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે બેડ ખૂટી પડ્યા છે. એક બેડ પર બે-બે દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં હાલત કફોડી બની છે. છેલ્લા 48 કલાકમાં 40થી વધુ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. ડેન્ગ્યૂ, મલેરિયા અને અન્ય પાણીજન્ય રોગોએ બાળકોને સૌથી વધુ ભરડો લીધો છે. ખાસ કરીને ડેન્ગ્યૂના તાવે બે બાળકોનો જીવ લીધો છે, જે ચિંતાનો વિષય છે.
આરોગ્ય અધિકારીઓએ સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ બેડની અછત અને વધતી દર્દીઓની સંખ્યા સ્થિતિને ગંભીર બનાવી રહી છે. ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યૂના કેસમાં 25 ટકાનો વધારો નોંધાયો છે, જે આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં રોગચાળાનો આ કહેર એક ચેતવણી છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી વધુ જાનહાનિ ટળી શકે. સ્થાનિક વહીવટ અને નાગરિકોએ પણ સફાઈ અને જાગૃતિ માટે સાથે મળીને કામ કરવું પડશે.
લગ્ન નહોતા કરવા તો જિજ્ઞાસાએ મારી જિંદગી કેમ બગાડી? હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે