Uttarakhand Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારલીમાં ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી પૂર આવ્યું. આ વિનાશમાં 11 જવાન સહિત 50 લોકો ગુમ થયા હોવાના સમાચાર છે. એટલું જ નહીં, ANI અનુસાર, હવે 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ માહિતી આપી હતી કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ડિઝાસ્ટર ફોર્સ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અત્યાર સુધી 5 લોકોના મોતના સમાચાર છે. ગુમ થયેલા જવાનોના સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગુમ છે. SDRF, NDRF, ITBP અને આર્મી ટીમો બચાવ કાર્યમાં રોકાયેલી છે. અત્યાર સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક ઘરો તબાહ, ડઝનેક લોકો દટાયા
સીએમ ધામી આંધ્રપ્રદેશની મુલાકાતથી સીધા દેહરાદૂન સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. જ્યાં તેઓ વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે રાહત અને બચાવ પ્રયાસોનું સંકલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વીજળી પુનઃસ્થાપિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
ઉત્તરકાશીમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને ઉધમ સિંહ નગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરકાશીમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. વરસાદને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે