Fareni Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા જ એક સ્વામીનો કથિત વીડિયો સામે આવ્યો હતો. તે કેસ તો હજી ચાલું જ છે ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તમને જણાવી દઈએ કે આવી ઘટનાઓના કારણે આખો સ્વામિનારાયણ સંપ્રદાયણ બદનામ થઈ રહ્યો છે.
સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતો એક શેતાન
વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતા વધુ એક વીડિયોથી અત્યારે ચકચાર મચી ગઈ છે. એક સ્વામી, સાધુ અને સંતને લાંછન લગાડતું કામ આ સ્વામીએ કર્યું છે. અહીં પ્રશ્નએ થાય છે કે, આવી લંપટ લીલા કરતા એ થોડી પણ શરમ નહીં આવી હોય? આ સ્વામી નથી પરંતુ સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતો એક શેતાન છે.
સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળ નું નામ અભડાવ્યું !!
હરીચરણ સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું એવું કહીએ તો પણ ખોટું નથી. વીડિયોમાં હરીચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ દેખાઈ છે. સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સંપ્રદાય થયો ફરી કલંકિત થયો છે. આશરે 10 મહિના પહેલાનો આ વિડીયો હાલ વાયરલ થયો છે. જે તે સમયે વિડીયો દબાવવા અને સમગ્ર ઘટના દબાવવા પ્રયાસ થયેલો હતો. પરંતુ કહેવાય છે ને સત્ય કદી છૂપતું નથી, એ કોઈને કોઈ દિવસ બહાર આવી જાય છે. એ રીતે આ વીડિયો સામે આવ્યો છે. સ્વામી હરીચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાના અહેવાલ મળી રહ્યા છે.
નહીં સુધરે સ્વામિનારાયણના સાધુ
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર બદનામ થયો છે. સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા લાઈવ વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં હરીચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુનું નામ અભડાવ્યું છે. ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે.
સંત પરંપરાને લાંછન લાગવતો આ સાધુ સંત કહેવાય ખરો?
નોંધનીય છે કે, જે વીડિયો અત્યારે વાયરલ થયો છે તેમાં આ લંપટ સંત વધુ એક સંત જોડે જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેથી અત્યારે વાયરલ વીડિયોને લઈને લંપટ સ્વામી વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહીં છે. સનાતન સંસ્કૃતિ અને સંત પરંપરાને લાંછન લાગવતો આ સાધુ સંત કહેવાને લાયક જ નથી. આવા સાધુઓ જ સનાતન સંસ્કૃતિને લાંછન લગાવી રહ્યા છે. આવા સંતોને પોતાને સાધુ કહેવડાવાનો કોઈ જ અધિકાર નથી. એટલું જ નહીં પરંતુ સંતો પાસે તમારા બાળકોને મુકતા પહેલા એકવાર નહીં પરંતુ હજાર વખત વિચાર કરજો. કારણે કે, અહીં સાધુના વેશમાં હેવાનો બેઠા હોય છે.
સંતો ઘટનાને દબાવવા પ્રયાસ
વીડિયોના દ્રશ્યોને અહીં શબ્દોમાં લખી શકાય તેમ પણ નથી. તેવું કૃત્ય આ સંત કરી હ્યા છે. વાયરલ વીડિયોમાં જે દ્રશ્યો છે તે અમે અહીં લખી પણ નથી શકતા. જેથી તમારા સંતાનોને આવા સ્વામીઓ પાસે મોકલતા પહેલા વિચારજો કે તે સ્વામી ખરેખર સ્વામી જ છે કે, પછી સાધુના વેશમાં હેવાન છે! 10 મહિના પહેલાનો આ વીડિયો છે, પરંતુ જે તે વખતે સંતો ઘટનાને દબાવવા પ્રયાસ થયો હતો! નોંધનીય છે કે, આવા હેવાન સંતોના કારણે જ સમગ્ર સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે.
મયુર શિગારાએ આ ધટના વિશે આપ્યું નિવેદન
આ ઘટનામાં મંદિરના ટ્રસ્ટી મયુર શિગારાએ જણાવ્યું હતું કે આ વીડિયો 8-9 મહિના જૂનો વીડિયો છે. આ વીડિયો અમારા ધ્યાનમાં આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કર્યા છે. હાલ આ સાધું ક્યાં છે એની અમને ખબર નથી. આ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય, ટ્રસ્ટીને આ ઘટના ધ્યાનમાં આવતા અમે એ સાધુને પદભ્રષ્ટ કરેલ છે. આ સાધુનું નામ પુછતા તેમણે જણાવ્યું હતું કે અમને તેના નામ વિશે કઈ ખબર નથી, નાની ઉંમરમાં સાધુ થઈ ગયા હતા અને આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો અને એ સાધુએ પણ સ્વીકાર્યું છે કે આ મારી ભૂલ થઈ ગઈ છે, પણ અમે ટ્રસ્ટી મંડળે એવું નક્કી કર્યું કે આ સાધુને અમે ના રાખી શકીએ, એટલે અમે તેમને રદ્દ કરી નાંખ્યા. તેમણે ઉમેર્યું કે આ ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે, એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા, અમને કોઈ વાલી કે વિદ્યાર્થીઓ તરફથી કોઈ ફરિયાદ આવી નથી કે કોઈ સ્ટાફમાંથી આવી નથી. પરંતુ અમારા ધ્યાને આ વીડિયો આવતા અમારા સંપ્રદાયને લાંછન લાગે એવું કૃત્ય હતું એટલે અમે ટ્રસ્ટ મંડળે નક્કી કર્યું અને અમે સાધુ તરીકે પદભ્રષ્ટચ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે