GSEB Gujarat 10th SSC results 2025 દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં કલર કામ કરતા પિતાના પુત્ર એ બોર્ડમાં મેદાન માર્યું. સમીર જીતેન્દ્રભાઈ ગોહેલએ ધોરણ 10 માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. સમીરના પિતા કલર કામ કરે છે. ત્યારે સમીરે પિતાનું નામ રોશન કર્યું છે. મધ્યમ વર્ગીય પરિવારના દીકરા દીકરીઓ મેદાન મારી રહ્યા છે. સમીરના માતા-પિતાએ પણ ખુશી વ્યક્ત કરી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઝી ૨૪ કલાક દ્વારા દેવભાષા સંસ્કૃત 100 માંથી 100 માર્ક્સ મેળવનાર તેમજ 99.99 પીઆર હાંસલ કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની સાથે વાતચીત કરવામાં આવી હતી.
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 83.03 ટકા પરિણામ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ #GSEB #SSCResult #BreakingNews #boardsresult #BoardResults2025 #ZEE24Kalak #10thboardresults #Gujarat pic.twitter.com/9HI2z8dtLm
— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2025
મારા માતાપિતાનું સપનું હતું કે હું બોર્ડમાં પ્રથમ આવું
આપણે ત્યાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાઈ, અત્યારે આ કહેવત શબ્દસઃ સાચી ઠરી છે. રાજકોટ શહેરમાં સાધારણ પરિસ્થિતિમાં ધોરણ 10 માં અભ્યાસ કરનાર સમીર ગોહેલ ધોરણ 10માં 99.99 પીઆર સાથે બોર્ડ પ્રથમ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સમીર ગોહિલે જણાવ્યું કે, તેના 600 માંથી 593 માર્કસ આવ્યા છે. સાયન્સ, સોશિયલ સ્ટડી, ઇંગલિશ તેમજ સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. તેમજ મેથ્સમાં 99 માર્કસ આવ્યા છે. મારા પિતા જીતેન્દ્રભાઈ ફર્નિચર કામ તેમજ કલર કામકાજ સાથે સંકળાયેલા છે. મારા માતા પિતાનું સ્વપ્ન હતું કે હું બોર્ડ પ્રથમ આવું. ત્યારે માતા પિતાનું સ્વપ્ન મે આજે સાકાર કર્યું છે. તેમજ આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. તેમજ IIT બોમ્બે ખાતે એડમિશન પણ મેળવવું છે.
ધોરણ-10 પરીક્ષાનું પરિણામ જાહેર, ધાર્યા કરતા એક બે માર્ક્સ ઓછા આવતા વિદ્યાર્થીની થઈ ભાવુક#GSEB #SSCResult #BreakingNews #boardsresult #BoardResults2025 #ZEE24Kalak #10thboardresults #Gujarat pic.twitter.com/JeE6P3aTJO
— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2025
હું રોજ 7 થી 8 કલાક વાંચતી હતી
સંસ્કૃત, સાયન્સ, મેથ્સ, સોશિયલ સ્ટડી સહિતના વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવનારી મુલિયા ક્રિશા પણ બોર્ડમાં ઝળકી છે. ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં ક્રિશાએ જણાવ્યું હતું કે, મારા પિતા નિલેશભાઈ વ્યવસ્થાને એડવોકેટ છે. તેમજ મારે 600 માંથી 592 માર્કસ આવ્યા છે. રોજનું સાત થી આઠ કલાક ઘરે વાંચન કરતી હતી. તેમજ સ્કૂલમાં પણ છ કલાક જેટલો સમય અભ્યાસ પાછળ વ્યતીત કરતી હતી. તેમજ ધોરણ 11 માં મારે એ ગ્રુપ લઈને આગળ આઇઆઇટી મદ્રાસમાં એડમિશન મેળવવું છે. તેમજ ભવિષ્યમાં મારે એન્જિનિયર બનીને મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે
બોર્ડનું ઓવરઓલ પરિણામ
આ પરીક્ષામાં કુલ 762485 નિયમિત પરીક્ષાર્થીમાં નોંધાયા હતા, જે 18 746892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત અને 020532 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.08 ટકા જહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાથી તરીકે 82313 પરીક્ષાથીઓ નોંધાયા હતા. તે પૈકી 78613 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 25357 પરીશાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 32.20 21 આવ્યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 119025 પરીક્ષાર્થીઓ 18553 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 5043 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 27.18 ટકા આવેલ છે.
આખું ગુજરાત એલર્ટ મોડ પર, કચ્છ બોર્ડર પર વધારાઈ સુરક્ષા, 3 એરપોર્ટ બંધ કરાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે