Home> India
Advertisement
Prev
Next

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત

Char Dham Yatra Helicopter Crash: દેવભૂમિ ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઉત્તરકાશીમાં ગંગોત્રી જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોના મોતની પુષ્ટિ  થઈ છે જ્યારે 2 લોકો ઘાયલ છે. વધુ વિગતો જાણો. 

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ દુર્ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ ગંગનાની પાસે ઘટી. આ દુર્ઘટનામાં પાચ લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

fallbacks

ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પ્રશાસન અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે આ હેલિકોપ્ટર ગંગોત્રી જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર કોઈ પ્રાઈવેટ કંપનીનું હોવાનું કહેવાય છે. જેમાં પાંચથી 6 મુસાફરો સવાર હતા. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. 

મળતી માહિતી મુજબ  હેલિકોપ્ટરથી મુસાફરો ગંગોત્રી ધામની યાત્રા પર જઈ રહ્યા હતા અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ હેલિકોપ્ટર ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે જંગલોમાં તૂટી પડ્યું. હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હોવાનું કહેવાય છે. જેમાંથી 5 લોકોના મોત થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More