Home> Gujarat
Advertisement
Prev
Next

હોળી પર ગુજરાતમાંથી દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન અને 550 બસ, 12 માર્ચથી શરૂ થશે બુકિંગ

Holi Special Trains-Buses: હોળી પર સુરતથી 6 સ્પેશિયલ ટ્રેન અને 550 બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત રજાના દિવસો સુધી સ્પેશિયલ ટ્રેન અને બસો દોડાવવામાં આવશે, જ્યારે હોળી-ધુળેટીના તહેવાર સુધી બસો દોડાવવાનું આયોજન છે.

હોળી પર ગુજરાતમાંથી દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન અને 550 બસ, 12 માર્ચથી શરૂ થશે બુકિંગ

Holi Special Trains-Buses: પશ્ચિમ રેલવેએ હોળી-ધુળેટી અને ઉનાળાની રજાઓ માટે 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા સુરતથી 550 વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. ઉનાળાના વેકેશન સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જ્યારે હોળી-ધુળેટીના તહેવાર સુધી બસો દોડાવવાનું આયોજન છે. હાલમાં પશ્ચિમ રેલ્વેએ ગુજરાત થઈને વિવિધ રાજ્યોમાં જતી 6 વિશેષ ટ્રેનોના સમય અને તારીખ સહિતનું સમયપત્રક બહાર પાડ્યું છે.

fallbacks

Elon Musk પર ચોંકાવનારો દાવો! ખુદ દીકરીએ ખોલી પોલી, જાણો 3 મહિલાથી 14 બાળકોનું રહસ્ય

હોળીના અવસરે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં ભીડ જોવા મળે છે. ભીડને પહોંચી વળવા માટે રેલવેએ ઘણી તૈયારીઓ કરી છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનોની કુલ 694 ટ્રીપ ચલાવવામાં આવશે.

29 જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેનો 
ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન ઉધનાથી દર રવિવારે સવારે 11.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 9.30 કલાકે જયનગર પહોંચશે. આ વિશેષ ટ્રેન 9 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 29 જૂન, 2025 સુધી ચાલશે. ટ્રેન નંબર 09032 જયનગર ઉધના સ્પેશિયલ દર સોમવારે જયનગરથી સવારે 11.00 કલાકે ઉપડશે અને બુધવારે બપોરે 2.30 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન બારડોલી, નંદુરબાર, ભુસાવલ થઈને દરભંગા, મધુની પહોંચશે. આ ઉપરાંત સમર વેકેશન હોલિડે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

જૂના iPhoneમાં પણ ચાલશે ખાસ AI ફીચર…બસ કરવું પડશે આ એક કામ, 90% લોકોને નહીં હોય ખબર.

સુરત એસટી વિભાગના નિયામક પી.વી.એ જણાવ્યું હતું કે એસટી વિભાગ 12 માર્ચ સુધી વધારાની બસો દોડાવશે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવશે. હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ 10, 11 અને 12 માર્ચે વધારાની બસો દોડાવશે. ગત વર્ષે 480 બસનો 30 હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખની આવક થઈ હતી. આ વર્ષે 550 બસોના સંચાલનથી રૂ.1 કરોડની આવક થવાની સંભાવના છે.

શું હશે ભાડું?
સુરત એસટી વિભાગની એસટી યોજના હેઠળ જો 52 લોકોનું ગ્રુપ એકત્ર થાય અને ગ્રુપ બુકિંગ કરાવે તો તેમને તેમની સોસાયટી કે અન્ય સ્થળેથી બસમાં લઈ જવામાં આવશે. આ સિવાય બસના ભાડા નિયમ મુજબ છે. રેગ્યુલર બસો ઓનલાઈન હોય છે, જો કે આ વધારાની બસો ઓફલાઈન હોય છે અને મુસાફરો પ્રમાણે ગોઠવવામાં આવે છે.

કાળા માથાના માનવીઓએ કર્યો એવડો મોટો કાંડ, એક ઝટકે બધુ ખતમ થઈ જશે, અત્યંત ડરામણો દાવો

વધારાની બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉઘના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન અને કોર્પોરેશનના તમામ બસ સ્ટેશન તેમજ એસટી નિયુક્ત બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ અને નિગમની વેબસાઈટ www.gsrtc.in દ્વારા કરી શકાશે. દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની કામગીરી ST સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના મેદાનમાંથી અને રામનગરથી 10/03/2025 થી 12/03/2025 સુધી સાંજે 4 થી 10 વાગ્યા સુધી ચલાવવામાં આવશે.

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડાવવામાં આવશે વિશેષ ટ્રેન 
મુસાફરોની સુવિધા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "હોળી સ્પેશિયલ ટ્રેન" ચલાવશે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ માશુક અહેમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે...

સુહાગરાત પર હંમેશા આ પાંચ ભૂલ કરતા હોય છે પુરૂષો, બરબાદ થઈ જાય છે લગ્નની પ્રથમ રાત

ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ મંગળવાર, 11 માર્ચ, 2025 ના રોજ સાંજે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 9:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ ગુરુવાર, 13 માર્ચ, 2025 ના રોજ સવારે 4:00 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોલા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09013નું બુકિંગ 11 માર્ચ 2025થી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 09014 નું બુકિંગ 12 માર્ચ 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત સંપૂર્ણ માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More